તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દવાની દુકાનના માલિકને મારી પૈસા-મોબાઈલની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુકાનબંધ કરીને ઘરે જઇ રહેલા આધેડ વયના મેડિકલ સ્ટોરના માલિક ઉપર દુકાન નજીક ચાર લૂંટારુઓએ લાકડી વડે હુમલો કરી રોકડા રૂ.30 હજાર, 3 મોબાઈલ ફોન, 3 એટીએમ કાર્ડ તેમજ દુકાનની બીલ બુક ભરેલું પર્સ લૂંટી ગયા હતા.તમે બ્રેક કેમ મારી તેમ કહીને બે બાઈક ઉપર આવેલા 4 લૂટારુઓએ વેપારી સાથે ઝગડો કરી લૂંટ ચલાવી હતી.વસ્ત્રાપુર પ્રેમચંદનગર રોડ પરની ઘટનામાં વસ્ત્રાપુર પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચારેય લૂંટારુઓની શોધખોળ શરુ કરી છે.

જજિસ બંગલાના ચેતન શાહ પ્રેમચંદનગર રોડ પરના વૃષભ કોમ્પ્લેક્ષમાં દીપ મેડિસિન્સ નામથી દવાની દુકાન ધરાવે છે, સાથે મોબાઈલ રિચાર્જનો વ્યવસાય કરે છે. ચેતનભાઇ ગુરુવારે રાતે દુકાન બંધ કરીને ઘરે જઇ રહ્યા હતા. તેઓ આનંદ વિદ્યાલય પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી બે બાઈક ઉપર 4 યુવાનો તેમની નજીક આવ્યા હતા. જેમાંથી એક બાઈક ચાલકે તેનું બાઈક ચેતનભાઇના સ્કુટરની બાજુમાં લાવ્યો અને કહ્યું હતુ કે તમે બ્રેક કેમ મારી. ચેતનભાઇએ તેમનું સ્કુટર ઉભુ રાખતા બાઇકની પાછળ બેઠેલા બે યુવાનોએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો