ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રસ્તાપર ટ્રાફિકજામ અને દુર્ઘટનાની સમસ્યાને નિવારવા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઢોર ત્રાસ અંકુશ નિવારણ શાખા કાર્યરત છે. શાખામાં એક ડીવાયએસપી, ઈન્સ્પેક્ટર, એસઆરપીના જવાનો, તેમજ ઢોર પકડવા માટેનો સ્ટાફ ઉપરાંત તેમના માટે ટ્રેક્ટર-ટ્રોલી સહિતના વાહનોની પણ પૂરેપૂરી સુવિધા છે. આમછતાં ચાલુ વર્ષે ઢોર અંકુશ શાખાએ રોડ ઉપર રખડતા ઢોર પકડવાનું સદંતર બંધ કરી દીધું છે. કારણે હવે ઢોરને ડબે પૂરવાની જવાબદારી પોલીસને સોંપાઈ છે.

મ્યુનિ.ની છેલ્લા 6 વર્ષની ઢોર ડબે પૂરવાની કામગીરી પર નજર નાખીએ તો ચાલુ વર્ષ 2017માં અત્યાર સુધીના સાત મહિનામાં 1860 રખડતા ઢોર પકડીને કુલ રૂ. 14.01 લાખનો દંડ વસૂલાયો છે. જે અગાઉના 5 વર્ષની સરેરાશ રકમની સરખામણીમાં માત્ર 20 ટકા છે. કદાચ કારણથી રખડતા ઢોરોને પકડવાની કામગીરી પણ પોલીસને સોંપાઈ છે.

{એક મહિનાની કામગીરીનું પત્રક આપવાનું

શહેરપોલીસ કમિશનર કચેરીએ રખડતા ઢોરોને પકડવા સ્થાનિક પોલીસને આદેશ કરતો પરિપત્ર 8 ઓગસ્ટના રોજ બહાર પડાયો હતો. દરેક પોલીસ સ્ટેશન પાસે 9 ઓગસ્ટ સુધીની કામગીરીનું પત્રક પણ મંગાવાયું છે.

{જાહેરમાંઘાસચારો વેચે તેને જેલમાં પૂરવાના

શહેરમાંજાહેરમાં ઘાસચારો વેચતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમને જેલમાં પુરવાની જવાબદારી પણ સ્થાનિક પોલીસને અપાઈ છે. માટે પોલીસે તેમના વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ યોજીને તેનું પણ પત્રક કમિશનર કચેરીમાં મોકલવાના રહેશે.

{વોન્ટેડનેપકડવા 10 દિવસની ખાસ ડ્રાઈવ

ક્રાઈમબ્રાન્ચના પીએસઆઈ આઈ.એ. ઘાસુરાએ શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં પરિપત્ર મોકલીને 11 ઓગસ્ટ સુધી ડ્રાઈવ રાખ્યાની જાહેરાત કરી હતી. આની કામગીરીનું પત્રક પણ મોકલી આપવા આદેશ કરાયો છે.

{ટ્રાફિક નિયમનમાં પણ સ્થાનિક પોલીસ

અમદાવાદમાંટ્રાફિક પોલીસ, ટ્રાફિક બ્રિગેડ અને હોમગાર્ડના 3 હજાર જવાનો છે. પરંતુ શહેરમાં વિકાસના કામો વચ્ચે ચોમાસામાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાય તે માટે દરેક પોલીસ સ્ટેશનનો 10 ટકા સ્ટાફ (10થી 15 ટકા) ટ્રાફિક નિયમન માટે મોકલવાનો પણ પરિપત્ર કરાયો છે.

વર્ષે ઢોર ઓછા પૂરાયા

ટ્રાફિક મેનેજ કરવાની સાથે સાથે ઘાસચારો વેચનારને પણ પોલીસે પકડવા પડશે

વર્ષ પકડેલા ઢોરો દંડની રકમ

20117003 62.04 લાખ

20127019 75.91 લાખ

20139053 92.49 લાખ

201411,033 1.11 કરોડ

201511,242 99.68 લાખ

201610,578 82.71 લાખ

2017*1860 14.01 લાખ

(2017નોઆંક જૂન સુધીનો છે)

હવે પોલીસ રખડતા ઢોરોની પાછળ દોડીને ડબે પૂરશે

અન્ય સમાચારો પણ છે...