• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Idar
  • ઇડરના બુઢિયામાં દબાણ દૂર કરવા આદેશ કરાયો છતાં દૂર કરાયા નથી

ઇડરના બુઢિયામાં દબાણ દૂર કરવા આદેશ કરાયો છતાં દૂર કરાયા નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈડર તાલુકાના બુઢિયા ગામે હાઇવે રોડને અડીને ઠાકોર ફળીયામાં જતા રસ્તા પર ગામના જ પટેલ અમીચંદ હીરાભાઈ અને પટેલ નારાયણભાઈ હીરાભાઈ દ્વારા રસ્તો બંધ કરી દેવયો છે. જેની અરજીને લઈ નાયબ કલેકટર ઈડર દ્વારા 16/72018ના રોજ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી, માર્ગ મકાન અધિકારીને આદેશ કરી રસ્તો ખુલ્લો કરવા જણાવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈજ જાતના પગલાં ન ભરાતા જેને લઇ ઠાકોર સમાજ અને દેવીપૂજક સમાજના લોકોને ખૂબ તકલીફ વેઠવાનો વારો આવ્યો છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...