Home » Uttar Gujarat » Himmatnagar District » Idar » ઇડરની લાઇફ લાઇન હોસ્પિ.માં મંજૂરી નહીં હોવા છતાં બેઝમેન્ટ બનાવી દેવાયું

ઇડરની લાઇફ લાઇન હોસ્પિ.માં મંજૂરી નહીં હોવા છતાં બેઝમેન્ટ બનાવી દેવાયું

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:56 AM

ગેરકાયેદ બાંધકામ છતાં પાલિકા દ્વારા કાર્યવાહી ન કરાઇ

  • ઇડરની લાઇફ લાઇન હોસ્પિ.માં મંજૂરી નહીં હોવા છતાં બેઝમેન્ટ બનાવી દેવાયું
    ઇડરના દલજીતનગરમાં બનાવવામાં આવેલ લાઇફ લાઇન હોસ્પિટલના ભાગીદારોએ કાયદાને એરણે ચઢાવી ગેરકાયદેસર બાંધકામ કર્યુ હોવા છતાં પાલિકા દ્વારા અગમ્યકારણોસર આંખ આડા કાન કરવામાં આવ્યા છેે. ગેરકાયદે બાંધકામ દૂર કરવાની વાત તો દૂર રહી નોટિસ સુધ્ધા આપવામાં આવી નથી. બેઝમેન્ટની મંજૂરી ન હોવા છતાં બેઝમેન્ટ બનાવી તેમાં અલગ અલગ વિભાગ ચલાવાઇ રહ્યા છે.

    ઇડરમાં દલજીતનગરમાં સર્વે નં. 5289માં બનાવવામાં આવેલ લાઇફલાઇન હોસ્પિટલના બાંધકામની કાયદેસરતાની એક પછી એક પરતો ખૂલતી જાય છે. લાઇફ લાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચના ભાગીદારોને કરી આપવામાં આવેલ વેચાણ દસ્તાવેજમાં પણ પાલિકા દ્વારા મંજૂર પ્લાન મુજબ બાંધકામ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રહેણાક બાંધકામની મંજૂરી ને બદલે પ્લાનમાં બેઝ મેન્ટમાં પાર્કિંગ દર્શાવેલ હોવા છતાં નગરપાલિકાએ ગ્રાઉન્ડ ફ્લોર, ફસ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર અને થર્ડ ફ્લોરની મંજૂરી આપી હતી. જેમાં બેઝમેન્ટની મંજૂરીનો ઉલ્લેખ નથી. લાઇફ લાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચના ભાગીદારોએ કાયદાની મજાક ઉડાવી હોય તેમ બેઝમેન્ટ બનાવી દઇ તેમાં કેન્ટીન, સીટી સ્કેન, એક્સરે વગેરે જેવા વિભાગ ચલાવી રહ્યા હોવાનુ જાણવા મળી રહ્યુ છે. પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે લાઇફ લાઇન હોસ્પિટલના ગેરકાયદેસર બાંધકામના વિવાદમાં શુ બહાર આવે છે અને કાયદાનો અમલ ક્યારે થાય છે તે જોવુ રસપ્રદ બની રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ