• Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Idar
  • ઇડરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ

ઇડરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રોનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડર પાલિકા વિસ્તારના ઘર વિહોણા તથા કાચા મકાન ધારકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાના (શહેરી) બેનીફિશરી લીડ કન્સ્ટ્રશન ઘટક અંર્તગત મંજુરી પત્રોનું વિતરણ થતાં લાભાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ઇડર પાલિકા વિસ્તારના 110 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનાવવા માટે વ્યક્તિદીઠ રૂ. 3.50 લાખની રકમ મંજુર થતાં તેઓને મંજુરી પત્રોનું વિતરણ શનિવારે સ્વામીવિવેકાનંદ ટાઉન હોલ દલજીતનગર ઇડર ખાતે કરવામાં આવ્યુ હતું. અગામી સમયમાં વધુ 150 લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવાશે. આ પ્રસંગે ધારાસભ્ય હિતુ કનોડીયા, પાલિકા પ્રમુખ જસવંતકુમારી કુંપાવત, ઉપપ્રમુખ પીંકેશ શાહ, આવાસ યોજનાના ચેરમેન જયદીપ તંવર, તથા સદસ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક ધારાસભ્ય દ્વારા પત્રોનું વિતરણ કરાયું.

અન્ય સમાચારો પણ છે...