ઇડરના ચોટસણ કંપામાં પશુપાલન પ્રશિક્ષણ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બડોલી : ઈડરના ચોટસણકંપામા઼ કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પશુવંધ્યત્વના કારણો અને નિવારણ માટે પશુપાલન પ્રશિક્ષણ કાર્યક્રમ તેમજ પશુ રોગ નિદાન કેમ્પ ચોટસણ દૂધ ઉ.સ.મંડળીના ચેરમેન જસુભાઈ પટેલના અધ્યક્ષ પદે ગુરુવારે યોજાયો હતો. કામધેનુ યુનિ.ના કુલપતિ ર્ડા.પી.એચ.વાટલિયાએ માહિતી આપી હતી તથા યુનિવર્સિટીના સંશોધન નિયામક ડો.ડી.બી.પાટીલ, પ્રોજેક્ટ ઓફિસર પી.પી.પટેલ, વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિ નિયામક ડો.ભાવિક પટેલ વગેરે હાજર રહી ગામના પશુઓનું ચેકઅપ કર્યું હતું.તસ્વીર-સંજય નાયક

અન્ય સમાચારો પણ છે...