તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરપુરની અપહ્યત સગીરા અને યુવક શ્રીનાથજી પાસેથી પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરના શેરપુરની દલિત સગીરાનુ મંગળવારે અપહરણ કરી લઇ જનાર મુસ્લિમ પરિણીત યુવક યાસીન હૂસેન મહંમદ હૂસેન મેમણ અને સગીરાને શ્રીનાથજી નજીકથી પોલીસે ઝડપી લાવી મેડીકલ કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે 24 કલાકમાં બંનેને શોધી લાવતા ભારેલા અગ્નિ જેવી સ્થિતિ થાળે પડી હતી.

ઇડર પોલીસે ફરિયાદ નોંધી અેસ.પી.ને જાણ કરતાં જિલ્લાની તમામ બ્રાન્ચોઅે તપાસ હાથ ધરી હતી અને અાક્ષેપિતના પરીચિતોની માહિતી મેળવી વિગતો અેકત્ર કરતાં યાસીન મેમણ અજમેર બાજુ ગયો હોવાનુ જાણવા મળ્યુ હતુ જેને પગલે પોલીસે અજમેર ખાતે તપાસ હાથ ધરી હતી અને અેક ટીમ અજમેર જવા રવાના થઇ ગઇ હતી. દરમિયાનમાં યાસીન સગીરાને લઇને ટ્રાવેલ્સમાં અમદાવાદ જવા નીકળ્યો છે જેને પગલે પોલીસે ત્યારબાદ ડ્રાયવર સાથે વાતચીત કરી મધ્યરાત્રી બાદ શ્રીનાથજી નજીક કૂવાડવા ક્રોસીંગ ખાતે લકઝરી ઉભી રખાવી પોલીસની ટીમ મુસાફર તરીકે જ લકઝરીમાં ચઢી ગઇ હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યુ કે, યાસીન સગીરાને પાલડી મૂકવા જઇ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...