તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દરવાજાનો નકૂચો તોડી 1.50 લાખની મત્તાની ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરની મુરલીધર જીન શ્રીકુંજ સોસાયટીમાં એક ઘરમાં દરવાજાનો નકૂચો તોડી ઘૂસી રૂ. 1.50 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઈ ગયા હોવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ હતી.

ઇડર શ્રીકુંજ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ દર્શક મકાનનું રીનોવેશન ચાલુ હોઈ શ્રીકુંજ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા હતા. 19 આગસ્ટે શ્રીકુંજ સોસાયટીમાં તાળુ મારીને વતન લાલોડા મુકામે તેમની પુત્રી નિધિ બેનને મળવા ગયા હતા અને બીજા દિવસે બપોરે બે વાગે તેમની પુત્રી નિધિ બેન ઇડર ખાતે આવેલ મકાનમાં આવ્યા હતા ત્યાં તેમને ઘરનો દરવાજાનો નકૂચો તૂટેલો જોવા મળ્યો હતો. નિધિબેને ઘરમાં જઈ જોતાં ઘરનો સર સામાન વેરવિખેર હતો ચોરી થયા હોવાનું જણાતા તેમણે જીતેન્દ્રભાઈ દર્શકને જાણ કરી હતી અને બે જોડી સોનાની બૂટી, હાથનું બ્રેસલેટ, સોનાની વીંટી, તથા પગના છડા અને રોકડા પચ્ચીસ હજાર બેગ સાથે મળી કુલ રૂ. 1,50,000ની મતાની ચોરી થવા અંગે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

તસ્કરોએ રૂમનો તમામ સરસામાન વેરવિખેર કરી નાખ્યો.ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...