આજથી જાદર મુધ્રણેશ્વર મહાદેવનો ત્રિ-દિવસીય મેળો

ભાસ્કર િવશેષ | આયોજકો દ્વારા 10 શૌચાલય, 18 સીસીકેમેરા, તાલુકામાં 50 બસની સુવિધા કરાઇ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:26 AM
Idar - આજથી જાદર મુધ્રણેશ્વર મહાદેવનો ત્રિ-દિવસીય મેળો

ઇડરનાં જાદર ગામમાં આજથી મુધણેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ મેળામાં આયોજકો દ્વારા સૌપ્રથમવાર સ્વચ્છતા માટે 10 શૌચાલયો સાથે 18 સીસીટીવી કેમેરા, તાલુકામાં વધારાની 50 જેટલી બસની સુવિધા શરૂ કરાઇ છે.

જાદર ડેભોલ નદીના પટની બાજુમાં ભાદરવા માસના બીજા સોમવારે મેળો ભરાઇ છે અને આ મેળામાં સાપ અને ઝેરી જાનવરનું ઝેર ઉતારે છે. મેળામાં તંત્ર દ્વારા 450 દુકાનોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં રમકડાં, નાસ્તાના સ્ટોલ, કટલરી ની દુકાનો, ઠંડા પીણાના જેવા વગેરે સ્ટોલની દુકાનો લાગશે. તે સિવાય મેળામાં ચકડોળ,વિવિધ પ્રકાર ની રાઈડો નો લોકો મજા માણશે. પંચાયત કાર્યાલય, પોલીસ ચોકી, પ્રાથમિક સારવાર માટે આરોગ્ય વિભાગનો સ્ટોલ, ઈમરજન્સી સારવાર માટે 108ની સેવા, ફાયર બ્રિગેડની સેવા વગેરે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં મેદાનમાં સ્વચ્છતા જાળવવા તંત્ર દ્વારા 10 જેટલા શૌચાલય બનાવવામાં આવ્યા છે.

ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની ઠેરઠેર પરબનું પણ આયોજન કરવામાં આવી છે અને મેળામાં ઠેરઠેર સુરક્ષાને લગતા 18 સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે. આજુબાજુના ગામથી આવતા મુસાફરો માટે તાલુકામાં 50 એસ.ટી. બસની પણ સેવા શરૂ કરવામાં આવી છે. નોધનીય છે કે ત્રણ દિવસે મેળા અંતર્ગત ગ્રામ પંચાયત જાદર દ્વારા જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે ત્રણ દિવસે મેળામાં આયોજન બદલ ગામના સરપંચ સોનલબેન વણકર તથા ગ્રામ પંચાયત દાદર દ્વારા જે મત ઉઠાવવામાં આવી છે.

મેળાનો પ્રારંભ આજથી. -ઋુષિ નાયક-જય સુરતી

X
Idar - આજથી જાદર મુધ્રણેશ્વર મહાદેવનો ત્રિ-દિવસીય મેળો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App