તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ત્રણ વર્ષ પહેલા શાળાના મકાન માટે ભૂમિપૂજન કર્યુ છતાં મકાન બન્યું

ત્રણ વર્ષ પહેલા શાળાના મકાન માટે ભૂમિપૂજન કર્યુ છતાં મકાન બન્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
45 જેટલા બાળકોને ભાડાના મકાનમાં અભ્યાસ કરવાનો વારો આવ્યો

હિંમતનગરના મનોરપુરમાં સરકારી માધ્યમિક શાળાનુ મકાન નથી

હિંમતનગરતાલુકાના મનોરપુરમાં સરકારી શાળાનુ નવીન મકાન બનાવવા ખાતમૂહૂર્ત કર્યાને ત્રણ-ત્રણ વર્ષના વ્હાણા વીતી જવા છતાં શાળાના મકાનનુ ઠેકાણું નથી. શાળાને મંજૂરી મળ્યે વર્ષ જેટલો સમય વીતી ગયો છે. અનેકવાર રજૂઆતો છતાં કોઇ સાંભળતુ નથી. લોકસભા ચૂંટણી ટાણે પંથકનાં લોકોને દીવા સ્વપ્નો બતાવી નેતાઓ અદ્રશ્ય થઇ જતાં લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

હિંમતનગર તાલુકાના મનોરપુરમાં આર.એમ.એસ.એ. યોજના અંતર્ગત જૂન 2011થી સરકારી મધ્યમિક શાળા શરૂ કરવામાં આવી હતી. નેતાઓને ખાતમૂહૂર્ત કરી ફોટો સેશન કરાવવામાં રસ હોય છે. ખાત મૂહૂર્ત કાર્યક્રમ બાદ શું થયું તેની દરકાર લેવામાં આવતી નથી. બીજા શબ્દોમાં આવા કાર્યક્રમો કરી પ્રજાને મૂર્ખ બનાવાય છે. લોકસભા ચૂંટણી અગાઉ 26મી જાન્યુઆરીએ કૌશિક પટેલે મનોરપુરમાં સરકારી માધ્યમિક શાળાનાં નવીન મકાનનું ખાતમૂહૂર્ત કર્યુ હતું. જે તે સમયે જમીન પણ સંપાદન થઇ ગઇ હતી અને રૂ. 52 લાખ પણ મંજૂર થઇ ગયા હતાં. પરંતુ આજદિન સુધી સરકારી મકાનનો પાયો પણ ખોદવામાં આવ્યો નથી.

મનોરપુર ગ્રામ પંચાયતનાં સરપંચ પારૂલબેન જીજ્ઞેશકુમાર રાઠોડે જણાવ્યું હતું કે, વર્ષ 2011માં ધો.9ની મંજુરી મળ્યાં બાદ પછીના વર્ષે ધો-10ની મંજૂરી મળી હતી. 45 જેટલા બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. મંજૂરી મળ્યા બાદ વર્ષો નીકળી જતાં હવે ખર્ચ વધી જાય તેમ છે.

ગ્રાન્ટ રીવાઇઝ થતી નથી અનેક જગ્યાએ રજૂઆત કરી છે. પરંતુ કોઇ નિષ્કર્ષ નિકળતો નથી બાળકો ભાડાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...