તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરનગરપાલિકામાં ક્રાઉન્સીલરોને તાબે થતા કર્મચારીઓના ખાતા આંચકી લેવાના ત્રણ

હિંમતનગરનગરપાલિકામાં ક્રાઉન્સીલરોને તાબે થતા કર્મચારીઓના ખાતા આંચકી લેવાના ત્રણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરનગરપાલિકામાં ક્રાઉન્સીલરોને તાબે થતા કર્મચારીઓના ખાતા આંચકી લેવાના ત્રણ બનાવને પગલે પાલિકા કર્મીઓમાં ભારોભાર રોષ અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. ગટર વ્યવસ્થા અને બાંધકામ વિભાગના ચાર્જ કરાર આધારિત કર્મચારીઓને આપવાની કાર્યવાહી કાયદાની એરણે ચઢી છે.

હિંમતનગર નગરપાલિકામાં જન્મ-મરણના દાખલા કાઢવા ના વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી ફોન ઉપર આવતાં પાલિકા કાઉન્સીલરે અસભ્ય ભાષામાં વાત કરી જોઇ લેવાની ધમકી આપી હોવાનો મામલો અન્ય કર્મચારીઓ સુધી પહોંચ્યા બાદ પાલિકા પ્રમુખ અને કાઉન્સીલરો સમક્ષ આરોગ્ય વિભાગ માં ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ ચૌહાણે ઉગ્ર રજૂઆત કરી હતી.આખોયે મામલો કર્મચારીઓ અને કાઉન્સીલરોના અહમનો બની જતાં કર્મચારીઓએ ભાજપ જિલ્લા પ્રમુખ,ધારાસભ્ય સુધી રજૂઆતો કરી હતી છેલ્લે રાજેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી આરોગ્ય વિભાગની કામગીરી છીનવી લઇ કાઉન્સીલરોએ સર્વોપરીતા સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આવી બે બીજી ઘટનાઓ તાજેતરમાં બની હતી જેમાં ટાઉનપ્લાનીંગ અને બાંધકામનો ચાર્જ સંભાળતા જિજ્ઞેશભાઇ ગોર પાસેથી બાંધકામ વિભાગ અને પાણી પુરવઠા તથા ગટર લાઇનનો ચાર્જ સંભાળતા અશ્વિનભાઇ જોષી પાસેથી ગટરલાઇન નો ચાર્જ છીનવી લઇ 11 માસના કરાર આધારિત કર્મચારીઓને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...