• Gujarati News
  • National
  • સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ સુધી અનારાધાર વરસેલા વરસાદના કારણે નદી,

સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ સુધી અનારાધાર વરસેલા વરસાદના કારણે નદી,

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ સુધી અનારાધાર વરસેલા વરસાદના કારણે નદી, નાળાં, તળાવો છલકાઇ ગયા છે. ખેતરોમાં કાંઠાબોળ પાણી ભરાઇ ગયાં છે. હિંમતનગર તાલુકાના ઇલોલ પંથકમાં કનાઇ રોડ પરથી પસાર થતી ધામડી નદીમાં નવા નીર આવ્યાં છે. નાળાં પરથી નદીમાં પડતાં જાણે ધોધ પડી રહ્યો હોય તેવો અદભૂત નજારો જોવા મળ્યો હતો. દ્રશ્ય જોવા વિસ્તારના લોકો નદીકાંઠે ઊમટી પડ્યા હતા. } એ.વી.રાવલ

હિંમતનગર પાસે ઇલોલના કનાઇ રોડ પર ધામડી નદીનો ધોધ જોવા લોકો ઊમટ્યા

અન્ય સમાચારો પણ છે...