• Gujarati News
  • હિંમતનગરમાં રસ્તા...

હિંમતનગરમાં રસ્તા...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં રસ્તા...

અંગેવિનુભાઇ.એલ.પરમારે જણાવ્યુ હતું કે નગરપાલિકા દ્વારા રોડ રસ્તા માટેની કામગીરી ખાનગી કોન્ટ્રાકટરને સોંપવામાં આવી હતી. પરંતુ રોડ બનાવવા માટેની મેટલ તથા માટી કામમાં લાલીયાવાડીના કારણે વરસાદમાં રસ્તાઓનું ધોવાણ થઇ ગયુ છે. માર્ગ પર ભૂવા પડવાથી વરસાદનું પાણી જમીનમાં ઉંડુ ઉતરી જતા મકાનોને નુકશાન થવા લાગે છે. જગ્યાએ પાર્ક કરેલ ટુવ્હીલર તથા ગાડીઓ પણ ખાડામાં ઉતરી જવાના અનેક કિસ્સાઓ બને છે. રાત્રિના સમય દરમિયાન વરસેલા વરસાદના કારણે મહેતાપુરાના વાડી વિસ્તાર, રામજી મંદિર, ઝરેણશ્વર મંદિર, સિધ્ધાર્થનગર, પાંચ અધિકારી કવાટર્સ સહિત અનેક સોસાયટીમાં વીજળી ડૂલ થઇ જતા અંધારપટ છવાયો હતો. યુજીવીસીએલ વિભાગના અધિકારીઓની લાલીયાવાડીના કારણે મહેતાપુરા વિસ્તારમાં અવારનવાર વીજ પુરવઠો ખોરવાઇ જવાના કારણે સ્થાનિક રહીશોમાં વ્યાપક આક્રોશ વ્યાપ્યો છે. જો અંગે કોઇ રહીશ ફરિયાદ કરે છે તો સંતોષકારક જવાબ આપવાની પણ દરકાર યુજીવીસીએલ વિભાગના અધિકારીઓ તરફથી રાખવામાં આવતી નથી.

સતત વરસેલા વરસાદના કારણે મહાવીરનગર, મોતીપુરા, બસ સ્ટેન્ડ, આંબાવાડી વિસ્તારના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. નગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા રવિવારે પણ ખાડા પુરવાની તથા વરસાદી પાણીના નિકાલની કામગીરી કરી હતી.

હૂડાનાવિરોધમાં...

જુલાઇએકાર્યકરો રેલી સ્વરૂપે જઇને જિલ્લા કાર્યાલયમાં તેમના રાજીનામા જિલ્લા પ્રમુખને સુપ્રત કરશે તથા તા.2 ઓગસ્ટના રોજ કેન્ડલ માર્ચના ભાગરૂપે હડિયોલ, બેરણા અને કાંકણોલના ગ્રામજનો લક્ષ્મીપુરા કંપાથી રેલી સ્વરૂપે મહાવીરનગર આવશે તથા નવ તરફથી હૂડામાં સમાવિષ્ટ ગામના લોકો કેન્ડલ માર્ચ સાથે મહાવીરનગર પહોંચશે. સવગઢ, પરબડા વિસ્તારમાંથી હૂડાના વિરોધમાં ન્યાયમંદિરથી રેલી સ્વરૂપે અનેક લોકો મહાવીરનગર ચાર રસ્તા પાસે આવી પહોંચશે. જયાં રાત્રે 8-30 વાગ્યે કાર્યક્રમ દરમિયાન આગામી રણનીતિ અંગે જાહેરાત કરવામાં આવશે એમ હૂડા સંઘર્ષ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું.

હૂડાના વિરોધમાં ઠરાવ કરાયા

હિંમતનગર સહિત 8 ગામ તથા ત્રણ પેટા પરા પંચાયતો દ્વારા હૂડાના વિરોધમાં ગ્રામસભામાં ઠરાવ કરાયા હતા. હડિયોલ, પરબડામાં તા.10, કાટવાડમાં તા.3, નવામાં તા.13, બેરણામાં તા.16, બોરીયાખુદરમાં તા.21 તથા કાંકણોલ અને સવગઢમાં 22 જુલાઇના રોજ મળેલી ગ્રામસભામાં હૂડાના વિરોધમાં ઠરાવ કરી તેની જાણ જિલ્લા કલેકટરને કરી દેવાઇ છે.

સાતમા પાનાનું અનુસંધાન