• Gujarati News
  • National
  • હૂડાના વિરોધમાં ભાજપના કાર્યકરો 29મીએ સામુહિક રાજીનામાં ધરશે

હૂડાના વિરોધમાં ભાજપના કાર્યકરો 29મીએ સામુહિક રાજીનામાં ધરશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરસહિત 11 ગામોમાં હૂડાનો વિરોધ કરી રહેલી હૂડા સંઘર્ષ સમિતિ દ્વારા શનિવારે રાત્રે હિંમતનગર પાસેના સવગઢ ગામે યોજાયેલા શાંતિયજ્ઞ દરમિયાન ભાજપના કાર્યકરો દ્વારા તા.29 જુલાઇના રોજ 5 હજારથી વધુ કાર્યકરો જિલ્લા ભાજપ કાર્યાલયે જઇ સામુહિક રાજીનામાં આપશે તેમજ 2જી ઓગસ્ટના રોજ મહાવીરનગર ખાતે કેન્ડલ માર્ચ યોજવાની જાહેરાત કરાઇ હતી.

હૂડા સંઘર્ષ સમિતિ દ્વારા શનિવારે રાત્રે સવગઢ ખાતે શાંતિયજ્ઞ દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ એવો લલકાર કર્યો હતો કે જયાં સુધી હૂડા રદ કરવામાં નહિ આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. 29મી ...અનુસંધાનપાન-8

જુલાઇએકાર્યકરો રેલી સ્વરૂપે જઇને જિલ્લા કાર્યાલયમાં તેમના રાજીનામા જિલ્લા પ્રમુખને સુપ્રત કરશે તથા તા.2 ઓગસ્ટના રોજ કેન્ડલ માર્ચના ભાગરૂપે હડિયોલ, બેરણા અને કાંકણોલના ગ્રામજનો લક્ષ્મીપુરા કંપાથી રેલી સ્વરૂપે મહાવીરનગર આવશે તથા નવ તરફથી હૂડામાં સમાવિષ્ટ ગામના લોકો કેન્ડલ માર્ચ સાથે મહાવીરનગર પહોંચશે. સવગઢ, પરબડા વિસ્તારમાંથી હૂડાના વિરોધમાં ન્યાયમંદિરથી રેલી સ્વરૂપે અનેક લોકો મહાવીરનગર ચાર રસ્તા પાસે આવી પહોંચશે. જયાં રાત્રે 8-30 વાગ્યે કાર્યક્રમ દરમિયાન આગામી રણનીતિ અંગે જાહેરાત કરવામાં આવશે એમ હૂડા સંઘર્ષ સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું.

હૂડાના વિરોધમાં ઠરાવ કરાયા

હિંમતનગર સહિત 8 ગામ તથા ત્રણ પેટા પરા પંચાયતો દ્વારા હૂડાના વિરોધમાં ગ્રામસભામાં ઠરાવ કરાયા હતા. હડિયોલ, પરબડામાં તા.10, કાટવાડમાં તા.3, નવામાં તા.13, બેરણામાં તા.16, બોરીયાખુદરમાં તા.21 તથા કાંકણોલ અને સવગઢમાં 22 જુલાઇના રોજ મળેલી ગ્રામસભામાં હૂડાના વિરોધમાં ઠરાવ કરી તેની જાણ જિલ્લા કલેકટરને કરી દેવાઇ છે.

સવગઢમાં શનિવારે રાત્રે શાંતિયજ્ઞમાં અનેક લોકોએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...