• Gujarati News
  • National
  • હિંમતનગરથી તાજપુરી જવાનો માર્ગ બિસ્માર

હિંમતનગરથી તાજપુરી જવાનો માર્ગ બિસ્માર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
10થી વધુ ગામોને જોડતા માર્ગનું પેવરકામ કરવા માંગ

હિંમતનગરતાલુકાના કાટવાડથી તાજપુરી જવાનો 10થી વધુ ગામોને જોડતો માર્ગ બિસ્માર હોવાથી સ્થાનિક રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે સત્વરે માર્ગનું પેવરકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હિંમતનગરથી કાટવાડ, તાજપુરી જવાનો માર્ગનું છેલ્લા કેટલાક વર્ષથી પેવરકામ કરાયુ નથી. જેના કારણે માર્ગ પર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે રાહદારીઓ તથા વાહનચાલકોને હાલાકી પડે છે. હિંમતનગર તરફ જવાનો એકમાત્ર માર્ગ બિસ્માર હોવાથી સ્થાનિક રાહદારીઓને હાલાકી પડે છે.

અન્ય સમાચારો પણ છે...