મેઘરાજાઅે હિંમતનગરને...

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘરાજાઅે હિંમતનગરને...

હિંમતનગરશહેરમાં ગિરધરનગર, આર એન્ડ બી ઓફિસ, સબજેલ, સિવિલ સર્કલ નજીક આવેલ પશુ દવાખાના, ગણપતિ મંદિર રોડ, સિધ્ધાર્થનગર, મહેતાપુરાના પાડા કેન્દ્ર નજીક 30થી વધુ વૃક્ષો ધરાશયી થતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો.

દિવસદરમિયાન વીજ પુરવઠો ખોરવાયો

હિંમતનગરમાંઠેર ઠેર વીજ થાંભલા તથા ઝાડ પડવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો. જી.ઇ.બી.ના કંટ્રોલરૂમમાં નાગરિકોએ 300થી વધુ ફરિયાદો નોંધાવી હતી. તેમ છતાં જી.ઇ.બી. અધિકારીઓ પોતાની મનસૂફી પ્રમાણે કામ કરી રહ્યા હોવાનું માલુમ પડયુ હતું. સિવિલ નજીક ડીપી પર ઝાડ પડી જતા સિવિલ હોસ્પિટલમાં પણ અંધારપટ છવાયો હતો.

માર્ગોપર ગાબડા પડી ગયા

હિંમતનગરશહેરના જૂના બજાર, મહાવીરનગર, પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા માર્ગ પર ઠેર ઠેર મોટા ગાબડા પડી ગયા હતા. જેના કારણે વાહન ચાલકો પરેશાન થયા હતા.

વરસાદનાપગલે લોકો ઘરમાં પુરાઇ રહ્યા

સોમવારમોડી રાત્રે તોફાની વરસાદના પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. મંગળવારે દિવસ દરમિયાન તોફાની વરસાદની હેલી વચ્ચે મોટાભાગના લોકોએ ઘરમાં પુરાઇ રહેવાનું મુનાસીબ માન્યુ હતું. શાકભાજી, દૂધ સહિતની વસ્તુઓ ખરીદવા માટે લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

ભોલેશ્વરમાંમકાન તૂટી પડતા મહિલાને ઇજા

હિંમતનગરનાભોલેશ્વર વિસ્તારમાં મંગળવારે બપોરે 1-00 કલાકના સુમારે શારદાબેન કિશનભાઇ ભીલનું મકાન ધરાશયી થતા તેમને ઇજા થઇ હતી. અંગે તલાટી પાંડવ વિરમચંદ દ્વારા જિલ્લા ડીઝાસ્ટર વિભાગને જાણ કરાઇ હતી.

સાતમા પાનાનું અનુસંધાન

અન્ય સમાચારો પણ છે...