તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાવડીમાં નોંધમાં ફેરફાર કરી દેતા ફરિયાદ, પરિણામ શૂન્ય

વાવડીમાં નોંધમાં ફેરફાર કરી દેતા ફરિયાદ, પરિણામ શૂન્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદતાલુકાના વાવડી (બડોદરા) ગામમાં વર્ષ 2005માં 65 ગૂંઠા જમીન ખરીદયા બાદ ગામના પૂર્વ સરપંચે વર્ષ 2010માં તેમાં નોંધ નં.2592થી સુધારો કરી દઇ 20 ગૂંઠા જેટલી જમીન ગેરકાયદેસર રીતે પોતાના નામે કરી દીધી હોવા અંગે સાબરકાંઠા કલેકટરની એસઆઇટી સમક્ષ ફરિયાદ કરવા છતાં વિવાદનું નિરાકરણ નીકળ્યુ નથી.

તલોદના વાવડી ગામની સીમના સર્વે નંબર 196/4 ની 65 ગૂંઠા ખેતી લાયક જમીન તા.16/5/05 ના રોજ રાજેન્દ્રસિંહ હિંમતસિંહ ઝાલાએ ખરીદી હતી. જેની નોંધ નંબર 2040 તા.13/9/05 ના રોજ પ્રમાણિત થયેલ. રાજેન્દ્રસિંહના પુત્ર નેપાલસિંહે સા.કાં. એસઆઇટીમાં તા.17/7/15 ના રોજ ફરિયાદ કરી હતી કે જમીનના ક્ષેત્રફળમાં વાવડી ગામના સરપંચ હરીસિંહ અર્જુનસિંહ સોલંકીએ તેમના કુંટુંબીઓ અને અધિકારીઓ સાથે મેળાપીપણુ કરી હુકમ નં.જમીન/વશી/558 તા.15/4/10 ના આધારે નોંધ નં.2592 થી તા.14/5/10થી સુધારો કર્યો છે. જસર્વે નંબર 196/4 માં થયેલ ફેરફાર અંગે સંબંધિત કચેરીઓમાં અરજીઓ કરવા છતાં કોઇ જવાબ મળેલ નથી. એસઆઇટીમાં કલેકટર સમક્ષ રજૂઆત કર્યાને સવા વર્ષ જેટલો સમય વીતી જવા છતાં વર્ષ 2005માં પૈસા ખર્ચી ખેતીની વેચાણ લીધેલ 65 ગૂંઠા જમીન પૈકી 20 ગૂંઠા જમીન એક નોંધથી બીજાના નામે થઇ જવાની બીના-આક્ષેપમાં હજુ સુધી નિકાલ આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...