તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડબ્રહ્મા, વડાલી અને માલપુર પંથકમાં વાવાઝોડાથી તારાજી, ખેતીને નુકસાન

ખેડબ્રહ્મા, વડાલી અને માલપુર પંથકમાં વાવાઝોડાથી તારાજી, ખેતીને નુકસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેડબ્રહ્માઅને વડાલી તાલુકાના શનિવારે સાંજે વાવાઝોડુ આવતા કપાસ, મગફળી, દિવેલા, કઠોડ અને શાકભાજી જેવા ચોમાસુ પાકો જમીનદોસ્ત થઇ જતા ખેડૂતો પાયમાલ બની ગયા છે. જયારે ઠેર ઝાડ, વીજપોલ ધરાશયી થતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. માલપુર પંથકમાં ભારે પવન સાથે વાવાઝોડું ત્રાટકતાં દરવાજા નજીક એક કેબીન પર લીમડાનું ઝાડ પડતાં વેપારીને ઇજાઓ થઇ હતી.

ખેડબ્રહ્મા| ખેડબ્રહ્માતાલુકા કિસાન સંઘના મંત્રી દિનેશભાઇ પટેલ તથા કલોલકંપાના હસમુખભાઇ પટેલના જણાવ્યા અનુસાર તાલુકાના દામાવાસ, દામાવાસ કંપા, તાંદલીયા કંપા, કલોલ, કલોલકંપા, નાકા, દિધિયા, વાલરણમાં વાવાઝોડાથી ભારે નુકશાન થયું છે.

વડાલી| ડાલીતાલુકાના કિસાન સંઘના પ્રમુખ ઇશ્વરભાઇ પટેલ કહ્યું કે, પૂર્વ વિસ્તારના ગામોમાં વાવાઝોડાથી પાકોનું તેમજ મિલ્કતનું નુકશાન થયુ છે. જેનો સર્વે કરી ખેડૂતો તેમજ લોકોને વળતર આપવા તંત્ર તેમજ ખેતીવાડી ખાતાને સોમવાર લેખિત આવેદને અપાશે.

એકાએક આવેલા વાવાઝોડાથી ઠેર ઠેર ઝાડ ધરાશયી થયા. તસ્વીર-નિતુલ પટેલ

અન્ય સમાચારો પણ છે...