તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હિંમતનગર તાલુકાના લીખીની શાળામાં ધો.9નો વર્ગ શરૂ કરાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હિંમતનગર તાલુકાના લીખીની શાળામાં ધો.9નો વર્ગ શરૂ કરાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના લીખી અને આસપાસના વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-9ના વર્ગ ચાલતા હોવાને કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને ભણવા માટે અન્ય સ્થળે જવું પડતું હતું. જે અંગે હિંમતનગરના ધારાસભ્યએ રાજયના શિક્ષણ વિભાગમાં કરેલી રજુઆત બાદ લીખી ગામે ધોરણ-9ના વર્ગની મંજુરી મળતા મંગળવારે ગુરૂ પૂર્ણિમાના દિવસે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, સાબરડેરીના ચેરમેન જેઠાભાઇ પટેલ, તાલુકા ભાજપના પ્રમુખ હસમુખભાઇ પટેલની ઉપસ્થિતિમાં જણાવાયુ હતું કે ગુરૂ પૂર્ણિમાના દિવસે લીખીના શિક્ષણધામમાં ધોરણ-9નો વર્ગ શરૂ થયો છે ત્યારે તેના કારણે વિસ્તારના વિદ્યાર્થીઓને ફાયદો થશે. જેથી તેનો લાભ લેવા માટે વાલીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો. પ્રસંગે વૃક્ષારોપણના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ હતું.

ધોરણ-9નો વર્ગ રાજયના શિક્ષણ વિભાગ દ્વારા મંજુર કરાયો હતો. તસ્વીર - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો