• Gujarati News
  • શ્યામનગર પાસે થયેલ અકસ્માતમાં વધુ એક મહિલાનું મોત

શ્યામનગર પાસે થયેલ અકસ્માતમાં વધુ એક મહિલાનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડબ્રહ્મા : ખેડબ્રહ્માના શ્યામનગર પાસે સોમવારે જીપ અને મારૂતી વરચે થયેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજયુ હતું અને ચાર જણાને સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા.જયાં સારવાર દરમિયાન રાધીવાડ ગામના વધુ એક મહિલાનું મંગળવારે મોત નિપજયુ હતું.
આ અંગેની વિગત એવી છે કે સોમવારે થયેલ જીપ અને મારૂતી વરચે થયેલા અકસ્માતમાં રાધીવાડના અંજનાબા ગોહિલનું મૃત્યુ થયુ હતું. જયારે સાત પૈકી ચાર જણાને વધુ ઇજા થતાં સારવાર માટે હિંમતનગર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં રાધીવાડ ગામના જ સંગીતાબેન ગિરધરસિંહ સોલંકીનું મંગળવારે સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતું. જેના કારણે ગામમાં વધુ એક મોત થતાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી.