• Gujarati News
  • આજે સાબકાંઠા જિલ્લામાં ગુરૂપૂર્ણિમા પર્વ ઉજવાશે

આજે સાબકાંઠા જિલ્લામાં ગુરૂપૂર્ણિમા પર્વ ઉજવાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લામાં હિંમતનગર, પ્રાંતિજ સહિતના વિવિધ તાલુકામાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી માટેની તૈયારીઓ પરિપૂર્ણ થઇ ચુકી છે અને શુક્રવારે ગુરૂ ભકતો દ્વારા તેની શ્રધ્ધાભેર ઉજવણી કરાશે. જિલ્લાભરમાં વરસાદે વિરામ લેતા શ્રધ્ધાળુઓમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની ઉજવણી માટે ઉત્સાહ વધી ગયો છે.

હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા પ્રસિધ્ધ ઝરણેશ્વર મહાદેવના મંદિરે ગુરૂપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયુ છે. શુક્રવારે સવારથી નગરના શ્રધ્ધાળુઓ ઉત્સવની ઉજવણીમાં શ્રધ્ધાભેર જોડાશે એમ મંદિરના મહંત લક્ષ્મણભારતીજી બાજુએ જણાવ્યુ હતું. પ્રતિ વર્ષની જેમ મંદિરમાં ગુરૂપૂર્ણિમાએ ભંડારાનું આયોજન કરાય છે અને હજારો શ્રધ્ધાળુઓ તેનો લાભ લે છે. તેજ રીતે તાલુકાના બેરણા ગામે કંટાળેશ્વર હનુમાનજી મંદિરમાં, વકતાપુર ખાતેના રોકડીયા હનુમાનજી મંદિરે પણ ગુરૂપૂર્ણિમાના દિને વિશિષ્ટ ઉજવણી થશે. ધાણધા પાસે ભગતજી મહારાજના નવદુર્ગા સિધ્ધ સેવા સંસ્થાન દ્વારા ગુરૂપૂર્ણિમાએ હોમ-હવન સાથે મહાપ્રસાદનું આયોજન કરાયુ છે.

પ્રાંતિજ તાલુકાના મજરા-તલોદ માર્ગ પર આવેલા પુનાદરા નકલંગ આશ્રમમાં પણ હજારો ભકતજનોની ઉપસ્થિતિમાં ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણીનું આયોજન થયુ છે. આશ્રમના ગુરૂ ગાદીપતિ નંદલાલ બાપુના જણાવ્યા મુજબ ગુરૂપૂર્ણિમા ઉત્સવ અંધકારથી પ્રકાશ તરફ લઇ જઇ જાય છે અને ભકતોને સાચી દિશા તરફ દોરી જાય છે. પ્રસંગે ભજન-કિર્તન, અમૃતવાણી, વ્યાખ્યાનો સહિતના કાર્યક્રમો યોજાશે. સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની શુક્રવારે શ્રધ્ધાભેર ઉજવણી થશે.