• Gujarati News
  • વરસાદે ભારે કરી : 137 ગામોમાં હજુ અંધારપટ

વરસાદે ભારે કરી : 137 ગામોમાં હજુ અંધારપટ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાઅને અરવલ્લ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી પવન સાથે પડેલા મુશળધાર વરસાદના પગલે સર્વત્ર જળબંબાકાર થતા ડેમો, તળાવો તથા ચેકડેમ છલકાઇ ગયા છે. પવનના 1000થી વધુ વૃક્ષો ધરાશાયી થતા તેમજ વીજપોલ જમીનદોસ્ત થઇ જવાના કારણે સાબરકાંઠામાં 900 અને અરવલ્લી જિલ્લામાં 217 ગામોમાં અંધારપટ છવાયો હતો. પરંતુ ગુરૂવારે વરસાદે વિરામ લેતા વીજ કંપની દ્વારા વીજપોલ તથા કનેકશન જોડવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી હોવા છતાં સાબરકાંઠાના 168થી વધુ ગામોમાં હજુ સુધી અંધારપટ છવાયો છે તેમજ અરવલ્લીમાં 7 ગામોમાં અંધારપટ છે.બીજી બાજુ વીજળી, પાણી, સફાઈતેમજ જીવન જરૂરિયાતની ચીજોની તંગી ઊભી થઈ છે.

સાબરકાંઠામાં સોમવારથી શરૂ થયેલા વરસાદે અચાનક રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પવનના સાથે સાંબેલાધાર વરસાદ પડતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે. વાત્રક, હરણાવ, મેશ્વો, માઝૂમ ડેમોમાં પાણીની આવકના કારણે ડેમો ઓવરફલો થયા છે. સતત પડેલા વરસાદથી ખેડબ્રહ્મા, પોશીના, વડાલી તેમજ હિંમતનગર તાલુકાના નદીકાંઠાના અનેક ગામડાઓને સાવચેત કરાયા હતા. ભારે વરસાદના કારણે અસંખ્ય ઝાડ તથા વીજપોલ ધરાશયી થતા 900થી વધુ ગામોમાં અંધારપટ છવાયો હતો. જે પૈકી મોટાભાગના ગામોમાં સમારકામ કરીને વીજ પુરવઠો શરૂ કરી દેવાયો છે છતાં ગુરૂવારે 168 ગામો વીજ પુરવઠાથી વંચિત છે.કલેકટર પી.સ્વરૂપના અધ્યક્ષ સ્થાને ગુરૂવારે મળેલી ડીઝાસ્ટર અંગેની બેઠકમાં જિલ્લામાં વરસાદને કારણે થયેલા નુકશાની અંગે વિવિધ વિભાગના અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી અને તમામ વિભાગોના અધિકારીઓને ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત કામગીરી કરી રોડ, રસ્તા તથા વીજ પુરવઠો પૂર્વવત કરવા તાકીદ કરી હતી.

અંગે યુ.જી.વી.સી.એલ.ના સુપ્રિટેન્ડેન્ટ એન્જિનીયર જે.ડી.પટેલે જણાવ્યુ હતું કે શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં ધરાશયી થયેલા વીજપોલ ઉભા કરીને પુરવઠો પુન: સ્થાપિત કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.ગુરૂવારે વરસાદમાં થોડીક રાહત મેળવવાના પગલે વીજપોલ ઉભા કરવાની કામગીરી ઝડપથી શરૂ કરાઇ છે. તેમ છતાં હજુ પણ પોશીના, ખેરોજ, લાંબડીયા, ખેડબ્રહ્મા, વિજયનગર, વડાલી તાલુકામાં અનેક ગામડાઓમાં અંધારપટ છવાયો છે. જિલ્લા બહારની વધારાની 15થી વધુ ગેંગો દ્વારા વીજ પુરવઠો પુન: સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

ંકેટલા ગામડાઓમાં અંધારપટ

તાલુકોગામડાની સંખ્યા

પોશીના 32

ખેડબ્રહ્મા 28

વડાલી 32

વિજયનગર 31

મોડાસા 7

1000 વૃક્ષો ધરાશાયી

6 ડેમ ઓવરફ્લો

બે તાલુકાના ગામો સંપર્ક વિહોણા

500 મકાનો ધરાશાયી

175 ગામોમાં વીજળી નથી

10 હજાર જમીનનું ધોવાણ

સાબરકાંઠાના133 , અરવલ્લી જિલ્લાના 7 ગામોમાં વીજપુરવઠો પહોંચાડવા વીજતંત્રની મથામણ