તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બજાર, મુખ્ય કચેરીઓ,કોર્ટ વગેરે તરફ જવાના માર્ગને લઇને મુશ્કેલી : હવે માત્ર મહાવીરનગરથી શહેરમાં આ

બજાર, મુખ્ય કચેરીઓ,કોર્ટ વગેરે તરફ જવાના માર્ગને લઇને મુશ્કેલી : હવે માત્ર મહાવીરનગરથી શહેરમાં આવવા ફ્લાયઓવરવાળો એક માર્ગ બચ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરશહેરના પુલનું કામ શરૂ કરાયા બાદ મંગળવારે સાંજે આંબાવાડી ફાટકવાળો માર્ગ બંધ કરાતા શહેરીજનો માટે બજાર, મુખ્ય કચેરીઓ,કોર્ટ વગેરે તરફ જવાનો માર્ગને લઇ મુશ્કેલી ફેલાવવાની પૂરેપૂરી સંભાવના છે. શહેરના પૂર્વ વિસ્તારમાંથી આવવાનો મુખ્ય માર્ગ અન્ડરબ્રીજ બનાવવા બંધ કરવામાં આવતા ભારે હાલાકી સર્જાશે. હવે મહાવીરનગરથી શહેરમાં આવવા ફ્લાયઓવરવાળો એક માર્ગ બચ્યો છે.

હિંમતનગર શહેર છેલ્લા એક દાયકાથી ટ્રાફિકની ભયંકર સમસ્યા સામે ઝઝૂમી રહ્યુ છે. પાલિકાતંત્ર સહિત વહીવટીતંત્ર ટ્રાફિક નિયમનમાં સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. ઇડર સ્ટેટ હાઇવેનું ફોરલેન કામ શરૂ કરવામાં આવતા ગત 27મી ઓક્ટોબરથી હાથમતી બ્રિજ પણ પહોંળો કરવાનો હોવાથી બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે એસ.ટી. સહિત ભારે વાહનો મહેતાપુરાથી ડાયવર્ટ કરવામાં આવ્યા છે. શહેરીજનોને છેક એસ.ટી. સ્ટેન્ડ સુધી લાંબા થવું પડે છે. પોસ્ટ ઓફિસ, ન્યાય મંદિર જેવા બસ સ્ટોપનો પ્રતિદિન ઉપયોગ કરતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

સ્થિતિની વચ્ચે આંબાવાડી રેલ્વે ફાટક અન્ડરબ્રીજની કામગીરી શરૂ કરવાની હોઇ મંગળવાર સાંજથી મહાવીરનગરથી બજારમાં આવતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. બજાર, મુખ્ય તમામ કચેરીઓ, કોર્ટ વગેરેમાં જવા માટે પૂર્વમાંથી આવવાનો મુખ્ય માર્ગ છે. જે ગઇકાલથી બંધ કરવામાં આવ્યો છે. હવે મહાવીરનગરથી શહેરમાં આવવા ફ્લાયઓવરવાળો એક માર્ગ બચ્યો છે. જેને કારણે અગામી સમયમાં ટ્રાફિકના મામલે ભારે અંધાધૂંધીનો માહોલ સર્જાશે.

ંબાવાડી ફાટક ખાતે અન્ડરબ્રિજનું કામ શરૂ કરવામાં આવતા મહાવીરનગરથી હાજીપુરા જતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. તસ્વીરઅશોક રાવલ

અન્ય સમાચારો પણ છે...