• Gujarati News
  • National
  • ધાબા ઉપર પથ્થર ફેંકવા અંગે ઠપકો આપતાં હુમલો

ધાબા ઉપર પથ્થર ફેંકવા અંગે ઠપકો આપતાં હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરતાલુકાના કાંકણોલ ગામમાં ધાબા ઉપર છુટા પથ્થર ફેંકી એક શખ્સને માર મારનાર ચાર શખ્સો વિરૂધ્ધ હિંમતનગર ડીવીઝન પોલીસ મથકે બુધવારે ફરિયાદ નોંધાઇ છે.

કાંકણોલ ગામના ચીમનભાઇ કોદરભાઇ વણકરના ધાબા ઉપર 26મીની રાત્રે 11 વાગ્યાના સુમારે અરવિંદભાઇ ડાહ્યાભાઇ સોલંકીએ છુટા પથ્થર ફેંકતા ચીમનભાઇએ ઠપકો આપ્યો હતો. અાથી અરવિંદભાઇએ ઉશ્કેરાઇ જઇ તમારા ઘર તરફથી પથ્થર ફેકાય છે એટલે હું પથ્થર નાખુ છું તેમ કહી અપશબ્દો બોલતાં મામલો બિચકયો હતો. ચીમનભાઇને અરવિંદભાઇ સોલંકી, લક્ષ્મીબેન અરવિંદભાઇ સોલંકી, અમીનભાઇ અરવિંદભાઇ સોલંકી અને અશ્વિનભાઇ ડાહ્યાભાઇ સોલંકીએ ભેગા મળી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ ચીમનભાઇ વણકરે હિંમતનગર ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.જેને આધારે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...