• Gujarati News
  • રૂપાલ પ્રા. શાળાના વાર્ષિકોત્સવમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા

રૂપાલ પ્રા. શાળાના વાર્ષિકોત્સવમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંભોઈ |હિંમતનગર તાલુકાની રૂપાલ પ્રાથમિક શાળા નં.1 અને 2ના સંયુકત ઉપક્રમે વાર્ષિકોત્સવ તેમજ ધો-7 અને 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના આચાર્ય હમીરસિંહજી રહેવરના માર્ગદર્શનમાં યોજાયો હતો. શાળાના બાળકોએ રાસ-ગરબા, નાટકો, ડાન્સ, પિરામિડ, હળવી પળો જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. પ્રસંગે પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જયંતીભાઇ પટેલે ભણતર જીવનના પાયાનું ઘડતર હોવાનું જણાવી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું હતું. કાર્યક્રમમાં ઠાકોર પ્રતાપસિંહજી રહેવર, પદ્યુમનસિંહ રહેવર, આચાર્ય ડાહ્યાભાઇ વણકર હાજર રહ્યા હતા.