• Gujarati News
  • National
  • ઇડરના સાબલવાડ નજીક જીપની ટક્કરે એકનું મોત

ઇડરના સાબલવાડ નજીક જીપની ટક્કરે એકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇડરતાલુકાના સાબલવાડ ગામ નજીક મીક્ષર મશીન લઇને જઇ રહેલ જીપની ટક્કરે બાઇક પર જઇ રહેલ બે વ્યક્તિ પૈકી પાછળ બેઠેલા વ્યક્તિનુ મોત નીપજ્યુ હતુ તથા એક વ્યક્તિને ઇજાઓ થઇ હતી. ઇડર પોલીસે ફરાર જીપ ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર ગત તા.04/12/17 ના રોજ ઇડર તાલુકાના સાબલવાડ મઠકંપા રોડ પાસે હાઇવે રોડ પર જીપ ગાડી નં જી.જે-1- એચ.એચ.0185ની પાછળ મીક્ષર મશીન લગાવીને લઇ જવાઇ રહ્યુ હતુ. તે દરમિયાન મીક્ષર મશીન બાઇક સાથે ટકરાતા બાઇક પર જઇ રહેલ પ્રધાનજી રમેશજી ઠાકોર અને લાલાજી દીવણજી ઠાકોર રોડ પર પટકાયા હતા અને બાઇક પર સ્લીપ થઇ જતા રોડ પર ઘસડાયુ હતુ. જેને કારણે પ્રધાનજી ઠાકોરને શરીરે વત્તા ઓછા અંશે ઇજાઓ થઇ હતી જ્યારે લાલાજી ઠાકોર (રહે.ગોલવાડા તા.ઇડર)ને માથાના ભાગે અને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનુ કરુણ મોત નીપજ્યું હતું.

અંગે મંગાજી શિવાજી ઠાકોરે ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીપ નં.જી.જે-1-એચ.એચ.0185ના ફરાર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

બાઇક પાછળ બેઠેલનું મોત, જીપ ચાલક ફરાર

અન્ય સમાચારો પણ છે...