• Gujarati News
  • National
  • ચૂંટણીપંચ દ્વારા EVM પરના આક્ષેપોથી બચવા માટે હવે રેન્ડમ કાઉન્ટીંગ કરાશે

ચૂંટણીપંચ દ્વારા EVM પરના આક્ષેપોથી બચવા માટે હવે રેન્ડમ કાઉન્ટીંગ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇવીએમસાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપો શરૂ થઇ ગયા બાદ ચૂંટણી પંચ દ્વારા વીવીપેટની સ્લીપ અને કંટ્રોલ યુનિટમાં નોંધાયેલ મતનુ રેન્ડમ કાઉન્ટીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઇવીએમ અને વોટર વેરીફાયેબલ પેપર ઓડીટ ટ્રેલ વીવીપેટ પર લોકોનો વિશ્વાસ જળવાઇ રહે તે હેતુસર દરેક વિધાનસભા બેઠક પર ચૂંટણી લડી રહેલ ઉમેદવારોની હાજરીમાં વિધાનસભા બેઠકના ગમે તે એક પોલીંગ સ્ટેશન નો ડ્રો કરીને રેન્ડમ પસંદગી કરવામાં આવશે અને ત્યારબાદ વીવીપેટ સ્લીપ્સની ગણતરી કરીને વીવીપેટ કંટ્રોલ યુનિટ સાથે સરખામણી કરવામાં આવનાર છે. યુ.પી.માં સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ હારનુ ઠીકરૂ ઇવીએમ પર ફોડવામાં આવી રહ્યુ છે. જોકે, ચૂંટણીમાં એડવાન્સ અને M- ટુ કેટેગરીના ઇવીએમનો ઉપયોગ થઇ રહ્યો છેઇ જેમાં ચેડા કરવા અશક્ય હોવાનો ચૂંટણી પંચ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...