• Gujarati News
  • National
  • હિંમતનગર, મોડાસા, પાલનપુર,ડીસા, થરાદ, વાવ, સૂઇગામ સહિત જગ્યાએ ઝરમરીયો વરસાદ, સૌથી વધુ તલોદમાં 11 મીમ

હિંમતનગર, મોડાસા, પાલનપુર,ડીસા, થરાદ, વાવ, સૂઇગામ સહિત જગ્યાએ ઝરમરીયો વરસાદ, સૌથી વધુ તલોદમાં 11 મીમી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર/મોડાસા| ઓખીવાવાઝોડાંને લઇ છેલ્લા 72 કલાકથી ઉત્તર ગુજરાત ઠંડુગાર બન્યું છે.પાંચેય જિલ્લાનું મહત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડીની અસર જોવા મળી હતી.અરવલ્લીના માલપુરના મગોડીમાં કરા પડ્યા હતા.

માવઠાંના કારણે મહેસાણા જિલ્લાના મહત્તમ તાપમાનમાં 9 ડિગ્રીના ઘટાડા સાથે 20 ડિગ્રી રહ્યું હતું. જ્યારે પાટણ જિલ્લામાં 4 ડિગ્રીના ઘટાડા સાથે 23 ડિગ્રી, બનાસકાંઠા જિલ્લામાં 5.6 ડિગ્રીના ઘટાડા સાથે 21.4 ડિગ્રી, સાબરકાંઠા જિલ્લામાં 6 ડિગ્રીના ઘટાડા સાથે 22 ડિગ્રી તથા અરવલ્લી જિલ્લામાં 5 ડિગ્રીના ઘટાડા સાથે 21 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું. મહત્તમ પારો એકાએક ઘટાડાના કારણે ઉત્તર ગુજરાતનું વાતાવરણ ઠંડુગાર બનતાં દિવસભર કાતિલ ઠંડી વર્તાઇ હતી.બીજા દિવસે પણ પાલનપુર,પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં માવઠું થતાં રવિપાક પર ખતરો ઊભો થયો છે.તેમાં ખાસ કરીને જીરું, રાયડો, કપાસ સહિતના પાકોને અસર થવાની સંભાવના છે.જ્યારે ચણા અને ઘઉંના પાકને નહીવત અસર થશે.બુધવારે પણ વાતાવરણ વાદળછાયું રહેવાની અને કમોસમી વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે.

છેલ્લા ત્રણ દિવસથી ઓખી વાવાઝોડાને કારણે જિલ્લામાં સતત વાદળો છવાયેલા રહ્યા છે જેને કારણે તાપમાનનો પારો પણ ગગડી ગયો છે. તસવીર-અશોર રાવલ

શિયાળા દરમ્યાન સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં 10 કિલોમીટરની વિઝીબીલીટી રહેતી હોય છે. પરંતુ વાદળછાયા વાતાવરણ અને માવઠાના કારણે 6 થી 7 કિલોમીટરની વિઝીબીલીટી ઘટીને 3 થી 4 કિલોમીટરની થઇ હતી. બીજી બાજુ દિવસભર પ્રતિ કલાકે 4 થી 5 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.જોકે બુધવારે માવઠાની સાથે પવનની ગતિ યથાવત રહેવાની શક્યતા સેવાઈ રહી છે.

માવઠાથી ઉ.ગુ.માં 4 થી 9 ડિગ્રી પારો ગગડ્યો

ઉત્તરગુજરાતમાં છેલ્લા 72 કલાકથી રહેલા વાદળછાયા વાતાવરણ બાદ સોમવારે મોડી રાત્રીથી માવઠાંથી શરૂઆત થઇ હતી. જે મંગળવાર રાત્રી સુધી થોડા થોડા વિરામ બાદ સાર્વત્રિક માવઠું રહ્યું હતું. જેને લઇ ઉત્તર ગુજરાતના પાંચેય જિલ્લાનું મહત્તમ તાપમાન 4 થી 9 ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડીની અસર જોવા મળી હતી.

રોડ પર વીઝીબીલીટી ઓછી થઈ ગઈ

આજે પણ માવઠાની શક્યતા

વાવાઝોડાને પગલે અમિત શાહની સભા રદ

ખેડબ્રહ્મા| ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની બુધવારે ખેડબ્રહ્મામાં સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ ઓખી વાવાઝોડાને પગલે સભા રદ કરવામી આવી છે. શહેરના ભાજપના હોદ્દેદારોએ જણાવ્યું કે, વાતાવરણમાં સુધારો થતાં સભાનું ફરીથી આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...