• Gujarati News
  • National
  • પોલીસ આરોપીઓને લઇ હવે તપાસ માટે બીલીમોરા જશે

પોલીસ આરોપીઓને લઇ હવે તપાસ માટે બીલીમોરા જશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગતતા.1 લી ડિસેમ્બરે હિંમતનગર સાબરડેરી નજીકથી બાળસિંહના પંજા સાથે ઝડપાયેલા બે શખસોએ હવે પંજો બીલીમોરાથી લાવ્યા હોવાનુ જણાવતાં પોલીસે સોમવારે કોર્ટમાં રજૂ કરી વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને બીલીમોરા જવા તજવીજ હાથ ધરી છે.

બાળસિંહના પંજા સાથે ઝડપાયેલ બે શખસો પૈકી મુખ્ય સૂત્રધાર વારેઘડીએ સ્ટેટમેન્ટ બદલી રહ્યો છે અને પોલીસને ગુજરાત ભ્રમણ કરાવી રહ્યો છે અગાઉ પંજો તુલસીશ્યામ મળ્યો હોવાનુ જણાવતા પોલીસ જગદીશગીરી બેચરગીરી ગોસ્વામી અને ભરતપુરી ગોવિંદપુરી ગોસ્વામીને લઇને તુલસીશ્યામ સુધી જઇ આવી પરંતુ ફેરો માથે પડ્યો હતો અને જગદીશગીરી ગોસ્વામીએ પંજો બીલીમોરાથી લાવ્યો હોવાનંુ ફેરવી તોળતા પોલીસે રિમાન્ડ પૂરા થઇ રહ્યા હોવાથી કોર્ટમાં રજૂ કરી સોમવારે ફરીથી વધુ બે દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આખા સૌરાષ્ટનો પ્રવાસ કરાવ્યા બાદ શખસો પોલીસને હવે દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરાવશે અને પોલીસ બંનેને લઇને બીલીમોરા જવા રવાના થશે.

પોલીસે વધુ બે દિવસના રિમાન્ડ મેળવ્યા

અન્ય સમાચારો પણ છે...