• Gujarati News
  • સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન એક મતે જીત્યા

સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના પૂર્વ ચેરમેન એક મતે જીત્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભાઅને વિધાનસભાની ચૂંટણીઓ જેટલુ મહત્વ ધરાવતી સાબરકાંઠાની જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ સોમવારે ગણતરી બાદ જાહેર થતાં તેમાં ખૂબ રસાકસીવાળી ગણાતી બાયડ બેઠક પર ચૂંટણી લડી રહેલા ખેતી બેંકના પૂર્વ ચેરમેનને હરાવી પૂર્વ ગૃહ રાજય મંત્રીએ વિજય મેળવી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં દબદબાભેર પ્રવેશ કર્યો છે.

અંગેની વિગત એવી છે કે સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની 18 બેઠકો પૈકી 7 બેઠકો અગાઉથી બિનહરિફ થઇ ગઇ હતી. જેથી બાકી રહેલી 11 બેઠકો માટે શનિવારે મતદાન યોજાયુ હતું. ત્યારબાદ સોમવારે હિંમતનગરના સહકાર અનુસંધાનપાના નં.8..

હોલખાતે મતગણતરી કરાઇ હતી. જેમાં બાયડ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ખેતી બેંકના પૂર્વ ચેરમેન કનુભાઇ મણીભાઇ પટેલ અને પૂર્વ ગૃહ રાજય મંત્રી પ્રફુલ પટેલ વચ્ચે પ્રચાર દરમિયાન ખૂબ રસાકસી રહી હતી.

ત્યારબાદ સોમવારે પરિણામ જાહેર થતાં પ્રફુલ પટેલને 28, જયારે કનુભાઇ મણીભાઇ પટેલને 25 મત મળતા પૂર્વ ગૃહ રાજય મંત્રીએ ખેતી બેંકના ચેરમેનના હોમ ગ્રાઉન્ડમાં પોતાની વિજય પતાકા લહેરાવી સહકારી ક્ષેત્રમાં પર્દાપણ કરી દીધુ છે. જેના કારણે જિલ્લાના સહકારી રાજકારણમાં કહી ગમ, કહી ખુશીના દ્રશ્યો જોવા મળ્યા હતા.

મોડાસા: મુન્શીવાડાનાપંકજભાઇ પટેલને જન્મ દીવસે બેન્કની ચુંટણીમાં જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો.

સાબરકાંઠા બેન્કની ચૂંટણીમાં વિજેતા બનેલા ઉમેદવારોને તેમના સમર્થકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

કોને કેટલા મત

પટેલપંકજભાઇ નરસિંહભાઇ 28

પટેલ પ્રફુલભાઇ ખોડભાઇ 28

પટેલ ખેમાભાઇ હીરાભાઇ 23

કટારા દીતાભાઇ ખાતુભાઇ 09

ઉપાધ્યાય નરેન્દ્રત્રિભોવનદાસ 18

પટેલ રવજીભાઇ અરજણભાઇ 25

પરમાર ગજેન્દ્રસિંહ ઉદેસિંહ 19

પટેલ જયંતિભાઇ જીવાભાઇ 43

પટેલ ગોપાલભાઇ મોહનભાઇ 185

અમીન ઉમેશકુમાર ચીનુભાઇ 52

ચાવડા રાજેન્દ્રસિંહ રણજીત 252

કોણબિનહરિફ બન્યા

}પટેલ મુકેશભાઇ રેવાભાઇ

} પટેલ અમીચંદભાઇ હીરાભાઇ

} ભાટી રાજેન્દ્રસિંહ નહારસિંહ

} પટેલ શામળભાઇ સવજીભાઇ

} પટેલ જશુભાઇ શિવાભાઇ

} પટેલ જગદીશભાઇ શામજીભાઇ

} પટેલ મહેશભાઇ અમીચંદભાઇ

સાબરડેરીની ચૂંટણી પર અસર કરશે ?

સોમવારેસાબરકાંઠાબેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂકયુ છે ત્યારે મંગળવારે દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન સાબરડેરીના નિયામક મંડળની 18 બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે ત્યારે બે