• Gujarati News
  • સંતશ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલયમાં ગાયનેક સેમિનાર

સંતશ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલયમાં ગાયનેક સેમિનાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંથારીયાની પ્રાથમિક શાળામાં કારગિલ દિનની ઊજવણી

વિજયનગર |આજથી 16 વર્ષ અગાઉ કાશ્મીર ઘાંટીની કારગિલ સરહદ પર પાકિસ્તાની સેના દ્વારા ગેરકાયદે ઘુસણખોરીની ઘટનામાં ચાલેલા યુધ્ધમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનારા સાબરકાંઠા જિલ્લ્લાના વિજયનગર તાલુકાના કંથારિયા ગામના વીર સપુત સ્વર્ગસ્થ શહીદ શૈલેન્દ્ર કાવાજી નિનામાને શહીદ શૈલેન્દ્ર કાવાજી નિનામા પ્રાથમિક શાળા કંથારિયાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શ્રધ્ધાંજલિ આપી હતી. પ્રસંગે આચાર્ય રમેશભાઇ અસારી, ગોવિંદભાઇ બામણાએ કારગિલ યુધ્ધ વિશે માહિતી પુરી પાડી હતી. } બિપી
સંતશ્રી નથ્થુરામબાપા જયોતિ વિદ્યાલયમાં ગાયનેક સેમિનાર

ખેડબ્રહ્મા |ખેડબ્રહ્માની જયોતિ વિદ્યાલય ખાતે તાજેતરમાં ધોરણ-9, 10 અને 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગાયનેક કેમ્પનું આયોજન કરાયંુ હતું. કેમ્પમાં દ્રુપદ હોસ્પિટલના ર્ડા.દક્ષાબેન પટેલનું શાળાના આચાર્ય સુરેશભાઇ પટેલે સ્વાગત કર્યુ હતું. ર્ડા.દક્ષાબેન દ્વારા વિદ્યાર્થીનીઓની ગાયનેક સમસ્યા અને તેના નિવારણ અને તે માટે સાવચેતીના પગલાની વિસ્તૃત માહિતી આપી હતી. વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોનું ડોકટર દ્વારા સલાહ-સુચન કરવામાં આવ્યુ હતું. સેમિનારનું સફળ આયોજન સ્મિતાબેન જોષી, યોગીનીબેન ભટ્ટ, ભાનુબેન ડામોરે કર્યુ હતું. }અમૃત સુથાર

શામળાજી હાઇવે પર વરસાદને કારણે હનુમાનજી મંદિર પાસે ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ હતી. }વિપુલ રણા

ટ્રક ડીવાઇડર પર ચઢી ગઇ