તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સાંસદનો ઘેરાવ કરવા નીકળ્યા, પોલીસે રોક્યા : હાઇવે પર 10 મિનિટ ધમાચકડી

સાંસદનો ઘેરાવ કરવા નીકળ્યા, પોલીસે રોક્યા : હાઇવે પર 10 મિનિટ ધમાચકડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીનાકારણે પ્રજાને પડતી હાલાકીને વાચા આપવા સાબરકાંઠા- અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા રવિવારે સવારે 4- 4 ધારાસભ્યોની આગેવાનીમાં કાર્યકરો સાંસદ દિપસિંહ રાઠોડનો ઘેરાવ કરવા પ્રાંતિજના ભાગપુર જવા નીકળ્યા હતા. પરંતુ પ્રાંતિજ ત્રણ રસ્તા પહોંચતામાં પોલીસને જોઇ નાટ્યાત્મક રીતે વાહનો ઉભા રાખી અટકાયત વ્હોરી લીધી હતી. પોલીસે 63 કાર્યકરોની અટકાયત કરી હતી. ધમાચકડી દરમિયાન નેશનલ હાઇવે ઉપર દસ મિનિટ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

નોટબંધીને મામલે ભાજપને ભીંસમાં લેવા નીકળેલી કોંગ્રેસના વિરોધ કાર્યક્રમો પ્રતિકાત્મક બની રહ્યા છે. હિંમતનગરમાં ધારાસભ્યનો ઘેરાવ કરવાનું માંડી વાળી સાબરકાંઠા- અરવલ્લી બંને જિલ્લાના સંગઠનો દ્વારા સાંસદ દિપસિંહ રાઠોડના ઘેર પહોંચી ઘેરાવ કરવાનું નક્કી કરાયું હતું. જે મુજબ બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા અને મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, પ્રાંતિજના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, કાર્યકરો, જિલ્લા પ્રમુખ ગોપાલસિંહ રાઠોડ સહિત સવારે પ્રાંતિજ ભેગા થયા હતા અને સવારે 10-30 વાગે પ્રાંતિજના ભાગપુર ગામે સાંસદના નિવાસે ઘેરાવ કરવા નીકળ્યા હતા.

જોકે, કોંગ્રેસીઓનો કાફલો પ્રાંતિજ ત્રણ રસ્તા પહોંચતાં પોલીસની ગાડીઓ જોઇને રોકાઇ ગયો હતો અને વાહનોમાંથી ઉતરી જઇ એક કતારમાં ઉભા રહી ફોટો સેશન કરાવી લીધું હતું. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી હસતા મોંઢે ટીંગાટોળી કરાવી અટકાયત વ્હોરી હતી. ઉલ્લેખનીય છે કે, ખેડબ્રહ્મા ધારાસભ્ય મોડું થઇ ગયાનું સમજીને સીધા સાંસદના ગામમાં પહોંચી ગયા હતા, પરંતુ ખબર પડતાં પાછા પ્રાંતિજ આવ્યા હતા.

વાઘપુર ગામે સાંસદ દિપસિંહ રાઠોડના ઘરે ઘેરાવો કરવા જતાં કોંગ્રેસી કાર્યકરોની પોલીસ દ્વારા અધવચ્ચેથી અટકાયત કરી હતી. તસવીર- ભાસ્કર

ધારાસભ્યો સહિતને ટિંગાટોળી કરી ઉઠાવ્યા

અન્ય સમાચારો પણ છે...