• Gujarati News
  • મોડાસામાં આઇસ્કીમ પાર્લરમાંથી બાળમજૂરને મુક્ત કરાવાયો

મોડાસામાં આઇસ્કીમ પાર્લરમાંથી બાળમજૂરને મુક્ત કરાવાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડાસાનગરપાલિકા અને શ્રમ વિભાગના ચેકિંગ દરમિયાન આઇસ્કીમ પાર્લરમાંથી એક બાળમજૂરને મુક્ત કરાવી તેને હિંમતનગર બાળગૃહમાં મોકલી અપાયો હતો.

મોડાસા નગરપાલિકાના શોપ ઇન્સ્પેકટર શકીલ દધાલીયાવાલા અને શ્રમ વિભાગના લેબર ઓફિસર દિનેશ પરમારની રાહબરી હેઠળ મંગળવારે હાથ ધરાયેલી તપાસણીમાં કોલેજ રોડ પર આવેલા બોમ્બે ચોપાટી નામના આઇસ્ક્રીમ પાર્લરમાંથી 15 વર્ષિય બાળમજૂર મળી આવ્યો હતો. આથી શોપ ઇન્સ્પેકટર શકીલભાઇએ પાર્લર માલિક શ્રવણજી રત્નાજી જાટ (પટેલ) વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.