• Gujarati News
  • સાબરકાંઠા જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખનો અકસ્માતમાં અદભુત બચાવ

સાબરકાંઠા જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખનો અકસ્માતમાં અદભુત બચાવ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજીલ્લા પંચાયતના મહિલા પ્રમુખ હેમલત્તાબેન પટેલ ગત સોમવારે કેરલાના ત્રિવેન્દ્રમ ખાતે પંચાયત પરિષદની બેઠકમાં ભાગ લેવા ગયા હતા. ત્યારે શનિવારે ત્રિવેન્દ્રમ નજીક આવેલ નિલમકુન્ડા પાસે અચાનક કાર પલટી ખાતા ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. જો કે અકસ્માતની અા ઘટનામાં સાબરકાંઠા જીલ્લા પંચાયતના મહિલા પ્રમુખને સામાન્ય ઇજાઓ થઇ હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

અંગે સાબરકાંઠા જીલ્લા પંચાયતના પ્રમુખ હેમલત્તાબેન પટેલના અંગત મદદનિશ વી.કે.સીસોદીયાએ જણાવ્યું હતું કે કેરાલાના ત્રિવેન્દ્રમ ખાતે યોજાનારી પંચાયત અનુસંધાનપાના નં.8

પરિષદનીબેઠકમાં ભાગ લેવા માટે સોમવારે અમદાવાદથી હવાઇ માર્ગે પહોચ્યા હતા. જ્યાં પરિષદમાં ભાગ લઇને શનિવારે પ્રમુખ હેમલત્તાબેન પટેલ અન્ય સાથીઓ સાથે કારમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે અચાનક નિલમકુન્ઢા નજીક કાર પલટી ખાતા ગંભીર અકસ્માત સજાર્યો હતો. જેમાં હેમલત્તાબેન પટેલને સામાન્ય શારિરીક ઇજાઓ થતા તેમને તેમજ તેમની સાથેના અન્ય ઇજાગ્રસ્ત સાથીઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. અકસ્માતની આઘટનામાં અન્ય એક સાથીનું કરૂણ મૃત્યુ થયાના અહેવાલ સુત્રો દ્વારા પ્રાપ્ત થયા હતા. મહિલા પ્રમુખ હેમલત્તાબેન પટેલ સાથે ટેલીફોનીક વાતચીતમાં તેમણે સલામત હોવાનું જણાવ્યું હતું.