• Gujarati News
  • વેચાણ આપેલી કારના નાણાં મામલે મારામારી

વેચાણ આપેલી કારના નાણાં મામલે મારામારી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનાપોલોગ્રાઉન્ડ વિસ્તારમાં શનિવારે કાર વેચી દીધા બાદ તેના નાણાંની લેવડ-દેવડ અંગે ઝઘડો થતાં બંને પક્ષોએ મળી સામ સામે જણા વિરૂધ્ધ બી-ડીવીઝનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

હિંમતનગરની હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા રાજુભાઇ હીરાભાઇ દેસાઇ અને જગદીશભાઇ હીરાભાઇ દેસાઇએ ચાંદનગરમાં રહેતા એહતેશામ બસીરખાન સૈયદ પાસેથી સ્કોર્પીયો ગાડી ખરીદી હતી. જેમાં રૂા.4 લાખની કિંમત કરી હતી, જે પૈકી રૂા.3 લાખ આપ્યા હતા, બાકીના રૂા.1 લાખ આરસી બુક આપ્યા બાદ લેવાનું નક્કી થયુ હતું. જે અંગે શનિવારે ઝઘડો થતાં મારમારી થઇ હતી. જેમાં ઇરફાનભાઇ ઉર્ફે કુંદન ફકીર મહોમંદ શખે, એહતેશામ, આસીફખાન અને ...અનુસંધાનપાન-8

જુનેદભાઇએભેગા મળી જગદીશભાઇ પર હુમલો કરી તેમની દુકાનમાં તોડફોડ કરી હતી. જેથી જગદીશભાઇએ ચારેય જણા વિરૂધ્ધ શનિવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ એહતેશામ સૈયદે પણ રાજુભાઇ દેસાઇ અને જગદીશભાઇ દેસાઇ વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતું કે અમે ગાડી લેવા ગયા હતા ત્યારે રાજુભાઇ અને જગદીશભાઇએ ગાળો બોલી અમારા ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. જેથી પોલીસે બંને પક્ષોની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.