તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • દુકાનનું તાળું તોડી કોમ્પ્યુટર અને મોબાઇલ મળી 52 હજારની ચોરી

દુકાનનું તાળું તોડી કોમ્પ્યુટર અને મોબાઇલ મળી 52 હજારની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરના મહાવીરનગરની ઘટના

હિંમતનગરશહેરમાં શિયાળો જામવાની સાથે તસ્કરોની રાડ વધી રહી છે. ઠંડી અને ચૂંટણીને કારણે નાઇટ પેટ્રોલીંગના અભાવે પ્રતિદિન ઘરફોડ ચોરીઓ થઇ રહી છે. શહેરના મહાવીરનગરમાં એક દુકાનનુ તાળુ તોડી મોબાઇલ, કોમ્પ્યુટર વગેરે મળીને રૂ. 52,282 મત્તાની ચોરી થઇ હોવા અંગે એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

હિંમતનગર શહેરના મહાવીરનગરની લક્ષ્મીનારાયણ સોસાયટીના નાકા ઉપર આવેલ સોહીલકુમાર ત્રિભોવનદાસ પટેલની દુકાનમાં ગત તા. 26/11/17 ની રાત્રિ દરમિયાન તસ્કરો તાળુ તોડીને ઘૂસ્યા હતા અને દુકાનમાંથી રૂ.36,282ના વીવો, વિડિયોકોન, સોની મેફે કંપનીના મોબાઇલ અને રૂ.16 હજારની કિંમતના કોમ્પ્યુટર અને એસેસરીઝ મળી કુલ રૂ.52,282ની મત્તાની ચોરી કરી લઇ ગયા હતા. હિંમતનગર શહેરમાં તસ્કરો રાડ પડાવી રહ્યા છે અને એક અંદાજ મુજબ પરંપરાગત ચોરીઓ કરતા નિશાચર નથી પરંતુ સ્થાનિક અસામાજિક તત્વો હોવાનુ માનવામાં આવી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...