તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધીમા પગલે ઠંડીનો પગરવ તાપમાન 1 ડિગ્રી નીચુ ગયુંં

ધીમા પગલે ઠંડીનો પગરવ તાપમાન 1 ડિગ્રી નીચુ ગયુંં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી | જિલ્લામાં ઠંડીનો પારો ઉચકાયો છે ત્યારે જિલ્લા સહિત તલોદના ગ્રામ્ય વિસ્તારમાં ધીમા પગલે શિયાળાની ફુલ ગુલાબી ઠંડીનો પગરવ તૈયાર થઇ રહ્યો છે. હિંમતનગરમાં મંગળવારે નોંધાયેલા 34 ડિગ્રી તાપમાનમાં 1 ડિગ્રીના ઘટાડા સાથે 33 ડિગ્રીએ પહોંચી ગયું હતું.

મોડી રાતથી વહેલી સવારનો ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. બીજી તરફ શિયાળાની ઋતુમાં જાત-જાતના તાજા ફળ, ગુંદરપાક સહિતની વસ્તુઓ રણાસણ તથા રોઝડ બજારમાં જણાઇ રહી છે. અને શિયાળાના આગમન સાથે બજારમાંનું સેવન માનવ શરીરના સ્વસ્થ માટે ખૂબ આરોગ્યપ્રદ હોવાનો ઉલ્લેખ આયુર્વેદમાં છે. સારા સ્વસ્થ માટે નાગરિકો શિયાળામાં તેનો ભરપુર ઉપયોગ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...