તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાશની દરખાસ્ત

હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ સામે અવિશ્વાશની દરખાસ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમેદવાર પસંદગીમાં શંકાસ્પદ ભૂમિકાના આક્ષેપ સાથે ટીડીઓને રજૂઆત

હિંમતનગર વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસે ઉમેદવારની જાહેરાત કરતાની સાથે હિંમતનગર તાલુકામાં ભૂકંપ આવ્યો છે અને કોંગ્રેસના સદસ્યોએ તાલુકા પંચાયત પ્રમુખની ઉમેદવારીની પસંદગીમાં શંકાસ્પદ ભૂમિકા હોવાના આક્ષેપ સાથે ભાજપના સદસ્યો સાથે મળી જઇ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત મંગળવારે ટીડીઓ સમક્ષ રજૂ કરી દેતાં રાજકીય આફટર શોક શરૂ થઇ ગયા છે.

મંગળવારે તાલુકા પંચાયતના પ્રમુખ ઇમરાન ઠાકોર વિરુધ્ધ 9 કોંગ્રેસી સદસ્યોએ 12 ભાજપના અને 01 અપક્ષ સદસ્યની સહી સાથે મંગળવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે હિંમતનગર તાલુકા પંચાયત વિરોધપક્ષના નેતા રવીન્દ્રસિંહ ચાવડાએ ટીડીઓ ને અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરી હતી રવીન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે 30 પૈકી 22 સદસ્યો પ્રમુખની આપખુદશાહી અને વિકાસમાં રૂકાવટ તથા ભ્રષ્ટાચાર બાબતે અવિશ્વાસ દરખાસ્ત લાવ્યા છે ત્યારે પ્રમુખે નૈતિક જવાબદારી સમજી પ્રમુખપદ છોડી દેવુ જોઇએ.

હાજર કોંગ્રેસના સદસ્યોએ પણ પ્રમુખના રાજીનામાની માંગ કરી હતી. હિંમતનગર બેઠક ઉપર ઉમેદવારના નામની જાહેરાત થતા અગાઉ અને પછી પણ તાલુકા પંચાયતના સદસ્યોએ પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા ચીમકી ઉચ્ચારી હતી જેને મંગળવારે નક્કરરૂપ આપવામાં આવ્યુ હતું.

સમગ્ર મામલે રાજકીય આફટર શોક થઇ ગયા છે અને સદસ્યોને મનાવતા સામદામ દંડ ભેદ વાપરી ભૂકંપ પછીના બચાવ કામગીરી શરૂ થઇ ગઇ છે ત્યારે જોવુ રહ્યુ કે પ્રમુખ આચારસંહિતાનો કેટલો ફાયદો ઉઠાવી શકે છે.

ગેટ આગળ કોંગ્રેસનો હલ્લાબોલ

હિંમતનગરતાલુકા પંચાયતના ગેટ આગળ રોષે ભરાયેલ કોંગ્રેસીઓએ ડંડા લઇ રીતસરનો હલ્લાબોલ કર્યું હતું. લાકડી દંડા મારક હથિયારો, ધારણો કરવા પર પ્રતિબંધ હોવાનુ જાહેરનામુ અમલી હોવા છતાં પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોઇ રહી હતી. કલેક્ટર ધ્વારા પ્રસિધ્ધ કરતા જાહેરનામાનો કેવો અમલ થાય છે તેનો પ્રત્યક્ષ અનુભવ થયો હતો.

15 દિવસમાં સભા નહીં બોલાવાય તે રિપોર્ટ કરાશે

^પંચાયતઅધિનિયમ મુજબ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ અંતર્ગત પ્રમુખ દ્વારા પંદર દિવસમાં સામાન્ય સભા નહી બોલાવાય તો ડીડીઓને રિપોર્ટ કરવામાં આવશે અને ડીડીઓ દ્વારા પંદર દિવસમાં સામાન્ય સભા બોલાવવાનુ પ્રાવધાન છે. તેમ છતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરનો આચારસંહિતા અમલી હોવા બાબતે ઓપીનીયન- ગાઇડન્સ મેળવવામાં આવશે. > કે.કે.જોષી,ટીડીઓ,હિંમતનગર

અન્ય સમાચારો પણ છે...