• Gujarati News
  • National
  • હિંમતનગરમાં શખસને ભળવી બે શખસોએ રૂ. 70 હજાર સેરવી લીધા

હિંમતનગરમાં શખસને ભળવી બે શખસોએ રૂ. 70 હજાર સેરવી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરમાં દસેક દિવસ અગાઉ બે શખસોએ એક વ્યક્તિને રૂમાલમાં પૈસા ટાઇપનું બંડલ આપી વાતોમાં ભોળવીને તેની પાસેના રૂ. 70,185 પરત મેળવી ફરાર થઇ જતા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી.

પોલીસ સૂત્રો ધ્વારા મળતી માહીતી અનુસાર હિંમતનગરની દિવ્યા સોસાયટીમાં રહેતા દર્શન કુમાર જયેશકુમાર દોશી ગત તા. 16/02/18 ના રોજ બપોરે એકાદ વાગ્યે પંજાબ નેશનલ બેન્ક આગળ એટીએમમાં પૈસા જમા કરાવતા ગયા હતા પરંતુ પૈસા જમા થતા ન હોવાથી બહાર નીકળ્યા હતા તે દરમિયાન 25 થી 30 વર્ષના બે ઇસમોએ આવી વાતોમાં પરોવી તેમની સાથે લઇ ન્યાય મંદિર બાજુ જવા નીકળ્યા હતા અને રૂમાલમાં પૈસા ટાઇપનું બંડલ બાંધીને દર્શન કુમારને આપ્યુ હતું .

થોડા આગળ ગયા બાદ બંને જણાઅે આપેલ પૈસા પરત માગતા વાતોવાતોમાં દર્શન કુમારે તેમની પાસેના રૂ. 70185 પણ આપી દીધા હતા અને થોડા સમય બાદ તેમને છેતરાયાની ખબર પડી હતી પરંતુ ત્યારસુધીમાં બેને ઇસમો ઓઝલ થઇ ગયા હતા. બીડીવીઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...