• Gujarati News
  • National
  • સાં.કાં.જિ.પં.માં ખાલી જગ્યાઓ ભરવા માંગ

સાં.કાં.જિ.પં.માં ખાલી જગ્યાઓ ભરવા માંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજીલ્લા પંચાયતમાં ખાલી જગ્યાઓના કારણે વહીવટીય કામગીરી ખોરંભાઇ છે તો બીજી તરફ પંચાયત, આરોગ્ય, બાંધકામ મહેસુલ સહિતના વિભાગોમાં અધિકારીઓ તથા કર્મચારીઓની જગ્યા ખાલી હોવાથી અરજદારોને મુશ્કેલી પડે છે. જેથી સત્વરે જીલ્લા પંચાયતમાં પડેલી ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

ગતિશીલ ગુજરાતની વાત કરતી વર્તમાન રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની ખાલી જગ્યાઓ ભરવા માટેની કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતા એક કર્મચારીને ત્રણથી વધુ ટેબલોનો ચાર્જ સંભાળીને કામગીરી કરવી પડે છે. જીલ્લા પંચાયતની સામાન્ય સભામાં ભાજપના સદસ્ય ગણપતભાઇ પટેલે પ્રશ્નો પુછતા જીલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવત સહિતના સરદસ્યોએ જીલ્લા પંચાયતની ખાલી જગ્યા ભરવામાં રાજ્ય સરકાર ઉદાસિનતા દાખવી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. અંગે જીલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્રસિંહ કુંપાવતને જણાવ્યું હતું કે ગતિશીલ ગુજરાતની વાતો માત્ર કાગળ પર આવી રહી છે. જીલ્લા પંચાયતના તમામ વિભાગોમાં કર્મચારીઓ તથા અધિકારીઓની ખાલી જગ્યા ભરવા માટેની કોઇ કાર્યવાહી નથી. તલાટીઓને એક કરતા વધુ ગ્રામ પંચાયતોની જવાબદારી સંભાળવી પડે છે. ઉપરાંત બાંધકામ, સિંચાઇ, મહેસુલ સહિતના વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને પણ એક કરતા વધુ ટેબલોની કામગીરી કરવી પડે છે. જેના કારણે કર્મચારીઓમાં પણ નારાજગી જોવા મળે છે. ત્યારે સત્વરે જીલ્લા પંચાયતની ખાલી જગ્યાઓ ભરાય તેવી માંગણી ઉઠી છે. ..અનુસંધાન8 પર

અન્ય સમાચારો પણ છે...