• Gujarati News
  • National
  • મુનપુર દૂધ મંડળીમાંથી ~ 9.26 લાખની ઉચાપત

મુનપુર દૂધ મંડળીમાંથી ~ 9.26 લાખની ઉચાપત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટેક્ષ ચોરતી 20 ટ્રકો ડિટેઇન, 15 લાખની વસુલાત

હિંમતનગરતાલુકાના મુનપુર ગામે દૂધ મંડળીમાં ફરજ બજાવતા સેક્રેટરીએ ટેસ્ટરની મદદથી તા. 1-4-2015 થી 31-12-2015 દરમિયાન હિસાબોમાં ગેરરીતિ આચરીને રૂ. 9.26 લાખની હંગામી અને કાયમી ઉચાપત કરતા બંને જણા વિરૂધ્ધ શનિવારે દૂધ મંડળીના ચેરમેને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અંગે મુનપુર દૂધ મંડળીના ચેરમેન સુરેશભાઇ સવાભાઇ પટેલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ મુનપુર દૂધ મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા બહેચરભાઇ ભગાભાઇ પટેલ તથા ટેસ્ટર (ક્લાર્ક) લલીતભાઇ કાળાભાઇ પટેલે ફરજ કાળના ..અનુસંધાન8 પર

મુનપુર દૂધ મંડળીમાંથી

તા.1-4-2015 થી તા. 31-12-2015 દરમિયાન વેચાણ રજીસ્ટરમાં તથા રોજમેળમાં રૂ. 7,02,823 ના ખોટા વાઉચર બનાવી લલીતભાઇના નામે વાઉચર ઉધારી દેવામાં આવ્યું હતું. જે અંગે નિવદેનમાં જણાવાયું હતું કે મંડળીમાંથી ઉચાપત કરાયેલ રકમ સેક્રેટરી અને ક્લાર્કે સરખા ભાગે વહેચી લીધી હતી. જેથી બંને કર્મચારીઓ પર વ્યવસ્થાપક કમિટિએ મુકેલા વિશ્વાસનો ભંગ થયો હતો.

ઉપરાંત મંડળીના સેક્રેટરી બહેચરભાઇ પટેલે રૂ. 82,500ની તથા લલીતભાઇ પટેલે પણ રૂ.18 હજારની કાયમી ઉચાપત કરી હતી. આમ દૂધ મંડળીના સેક્રેટરી અને ટેસ્ટરે કુલ મળી રૂ.9.26 લાખની ઉચાપત કરી તે રકમ પોતાના અંગત કામમાં વાપરી દીધી હતી. જે અંગે ઓડીટ દરમિયાન વિગતો બહાર આવતા દૂધ મંડળીના ચેરમેન સુરેશભાઇ પટેલે સેક્રેટરી અને ક્લાર્ક વિરૂધ્ધ શનિવારે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



અન્ય સમાચારો પણ છે...