• Gujarati News
  • National
  • સા.કાં.માં મોસમનો 100 ટકા વરસાદ, જિલ્લામાં ફરીથી સરેરાશ 1 ઇંચ નોંધાયો

સા.કાં.માં મોસમનો 100 ટકા વરસાદ, જિલ્લામાં ફરીથી સરેરાશ 1 ઇંચ નોંધાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લામાં વિતેલા 24 કલાક દરમિયાન ફરીથી સરેરાશ એક ઇંચ વરસાદ વરસતા મોસમનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.શનીવારે તડકો નીકળવાની સાથે ઝાપટા ચાલુ રહ્યા હતા.

વિતેલા સપ્તાહ દરમિયાન મેઘરાજા ધનાધન વરસી જતા સાબરકાંઠા જિલ્લામાં મોસમનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. શનીવારે ભારે વરસાદની સંભાવના વચ્ચે શુક્ર-શનિવારે રાત્રિ દરમિયાન જિલ્લામાં સરેરાશ એક ઇંચ વરસાદ વરસતા એમ.પી. વાળી સીસ્ટમનુ સંકટ પણ લગભગ ટળી ગયુ છે. હવામાન સૂત્રો ધ્વારા મળતી માહીતી અનુસાર બે-ત્રણ દિવસ છૂટા છવાયા ઝાપટા વરસી શકે છે બાકી ભારે અને એકધારા વરસાદની હમણા સંભાવના નથી અગામી દિવસો વરાપના દિવસો છે. વાદળોની આવન જાવન વચ્ચે તડકો નીકળ્યો હતો અને વરસાદી ઝાપટા પણ વરસ્યા હતા.વીતેલા 24 કલાક દરમિયાન વિજયનગર તાલુકામાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

તાલુકો આજનો કુલ

હિંમતનગર10 1019

ઇડર 27 940

ખેડબ્રહ્મા 32 915

પોશીના 35 883

પ્રાંતિજ 07 696

તલોદ 05 629

વડાલી 20 809

વિજયનગર 45 742

કુલ181 6633

વરસાદના આંકડા િમ.મી.માં છે

અન્ય સમાચારો પણ છે...