હિંમતનગર પાસે બાઇક પરથી પટકાતાં મહિલાનું મોત
હિંમતનગરનાવિજાપુર હાઇવે પર અચાનક કૂતરું આવતાં બાઇકચાલકે ઓચિંતી બ્રેક મારતાં બાઇક પાછળ બેઠેલી મહિલા રોડ પર પટકાતાં ગંભીર ઇજા થઇ હતી. જેમાં તેણીનું મોત થયું હતું.
હિંમતનગર- વિજાપુર હાઇવે પર ગત બુધવારે રાત્રે 10-45 વાગે ડાહ્યાભાઇ ધનાભાઇ મકવાણા બાઇક (જીજે 9 એપી 605) ઉપર જઇ રહ્યા હતા. તે દરમિયાન સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આગળ અચાનક કૂતરૂ આવી જતાં તેમણે બ્રેક મારી હતી. જેમાં બાઇક પાછળ બેઠેલાં દક્ષાબેન રોડ ઉપર પટકાતાં તેમને માથામાં ગંભીર ઇજાઓ થતાં મોત થયું હતું. રૂરલ પોલીસે ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
હિંમતનગર- શામળાજી નેશનલ હાઇવે પર રાયગઢ ગામની સીમમાં તા.1 નવેમ્બરના રોજ 9-30 વાગે અજાણ્યા વાહનની ટક્કરે બિયાતસીંગ (26) નું ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે મૃતકના ભાઇ બલકારસિંહ ગ્યાતસિંહ રાજપૂત (રહે. જમ્મુ-કાશ્મીર)ની ફરિયાદને આધારે ગાંભોઇ પોલીસે ગુનો નોંધ્યો છે.