તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાસ્કર િવશેષ | જિલ્લામાં કુલ 9.88 લાખમાં 5.44 લાખ 18થી 39 વય જૂથના છે

ભાસ્કર િવશેષ | જિલ્લામાં કુલ 9.88 લાખમાં 5.44 લાખ 18થી 39 વય જૂથના છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાબરકાંઠાજિલ્લામાં કુલ નોંધાયેલા 9.88 લાખ મતદારો પૈકી 18થી 39 વય જૂથના મતદારોની સંખ્યા 5.44 લાખ છે. વખતની ચૂંટણીમાં શિક્ષણ, અનામત, બેરોજગારી જેવા મુદ્દાઓ પર જોરશોરથી ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે જિલ્લાની ચારેય બેઠક પરના 55 ટકાથી વધુ યુવા મતદારો ઉમેદવારોની દશા અને દિશા નક્કી કરશે.

વખતની ચૂંટણી અગાઉ કોંગ્રેસે જબરદસ્ત હોમવર્ક કર્યું છે અને આયોજનબધ્ધ આંદોલનોએ ભાજપને હચમચાવી નાખ્યુ છે. કોંગ્રેસ સોફ્ટ હિંદુત્વનું કાર્ડ પણ ખેલી રહ્યુ છે જેનાથી ભાજપ પણ ચોંકી ઉઠ્યુ છે. સાથેસાથે બેરોજગારી, શિક્ષણ, અનામત, ધંધા રોજગારમાં મંદી સહિતના મુદ્દા સીફતપૂર્વક ઉછાળવામાં આવી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેમાં વખતની ચૂંટણીમાં જોરદાર ફેરફાર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી આક્રામક તેવર દેખાડતુ ભાજપ ડીફેન્સીવ જોવા મળી રહ્યુ છે જ્યારે કોંગ્રેસ આક્રામક બન્યુ છે.

મતદારો બધી સ્થિતિને જોઇ રહ્યા છે અને પોતપોતાની રીતે આંકલન અને પૃથક્કરણ કરી રહ્યા છે. શિક્ષણનો વ્યાપ વધતાં મતદારો વધુ પરીપક્વ બન્યા છે. ચવાણુ અને દારૂની પોટલી વખતે બહુ કામ આવે તેમ જણાતુ નથી. એટલે બંને મુખ્ય પાર્ટીઓ દ્રારા તેમના પ્રચાર અને ભાષણોમાં યુવાનોને સ્પર્શતી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. જિલ્લામાં કુલ 9 લાખ 88 હજાર મતદારો છે જેમાં 18 વર્ષથી 39 વર્ષના 5 લાખ 44 હજાર એટલે કે 55.13 ટકા યુવા મતદારો છે જે ચારેય બેઠકના ઉમેદવારદની દશા અને દિશા નક્કી કરવાની સાથે પરીણામમાં નિર્ણાયક બની રહેશે.

જિલ્લાના યુવા મતદારો

વયસંખ્યા

{18-19વર્ષ 55,200

{20-29 વર્ષ 2,64,238

{30-39 વર્ષ 2,25,055

સાબરકાંઠામાં 55 ટકાથી વધુ યુવા મતદારો

અન્ય સમાચારો પણ છે...