તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસના ઉ.ગુ. પ્રભારી વર્ષાબેન ગાયકવાડનું પૂતળું બાળ્યું

કોંગ્રેસના ઉ.ગુ. પ્રભારી વર્ષાબેન ગાયકવાડનું પૂતળું બાળ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરબેઠક ઉપર કમલેશ પટેલનું નામ જાહેર થતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા મોતીપુરા ખાતે મોટી સંખ્યામાં એકઠા થઈ કોંગ્રેસના ઉ.ગુ. પ્રભારી વર્ષાબેન ગાયકવાડનું પૂતળું બાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.અને તાલુકા પંચાયત પ્રમુખ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો.

રવિવારે બપોરે કોંગ્રેસ દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઉમેદવારોની યાદી જાહેર કરી હતી પરંતુ હિંમતનગર બેઠક ઉપર ઉમેદવારનું નામ જાહેર કરતા કોંગ્રેસી કાર્યકરોને ગંધ આવી ગઈ હતી અને સાંજથી વિરોધનો સુર શરૂ થઈ ગયો હતો વિરોધ થવાનો અંદાજ આવી જતા કોંગ્રેસે મોડી રાત સુધી જાહેરાત કરી હતી પરંતુ કોંગ્રેસના કાર્યકરો કમલેશ પટેલને ટીકીટ મળ્યાનું કળી જતા શહેરના મોતીપુરામાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને કોંગ્રેસે દગો કર્યો હોવાનું જણાવી ઉ.ગુ. પ્રભારી વર્ષાબેન ગાયકવાડનું પૂતળું સળગાવ્યું હતું.ઉમેદવારનું નામ સત્તાવાર રીતે જાહેર થવા છતાં સ્થાનિક કોંગ્રેસમાં અપેક્ષા મુજબ ભડકો થયો છે અને હાજર કેટલાક તાલુકા પંચાયત સદસ્યોએ તા.પં. પ્રમુખની ભૂમિકા સામે આંગળી ઉઠાવી તાલુકા પંચાયત ઘેર લાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી બાયડ અને હિંમતનગર બેઠક ઉપર ઉમેદવારોની પસંદગી અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની છાપ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જેને કારણ મૂળ કોંગ્રેસીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે.

પ્રભારી વર્ષાબેન ગાયકવાડનું પૂતળું બાળી વિરોધ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...