તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિંમતનગરમાં બે બાઇકની ચોરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરશહેરમાં સપ્તાહ દરમિયાન બે જગ્યાએથી બે દિવસમાં બે બાઇકની ચોરી થવા અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

હિંમતનગરમાં મહાકાળી મંદિર રોડ પર રિધ્ધિસિધ્ધિ સોસાયટીમાં રહેતા ચંદ્રપ્રકાશ નાનાલાલ સોનીએ 26મી નવેમ્બરે સાંજે પોણા વાગ્યે રેડીમેડની દુકાન આગળ મૂકેલ એકટીવા (જીજે 9 સીસી 7111) અડધા કલાકના સમય દરમિયાન ચોરી થઇ ગયુ હતું. બીજા બનાવમાં 24મી નવેમ્બરે ચંદ્રકાન્તભાઇ પુરૂષોત્તમદાસ સોની (રહે.ભાગ્યોદય સોસા.અલકાપુરી)એ તેમનું બાઇક (જીજે 2 એએચ 8305) બસ સ્ટેન્ડમાં મૂકયુ હતું તે ચોરી થઇ જતાં બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...