તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંમતનગરપાસેથી પોલીસે 20મી નવેમ્બરે રૂ.16.20 લાખ રોકડા ઝડપી પાડયા

હિંમતનગરપાસેથી પોલીસે 20મી નવેમ્બરે રૂ.16.20 લાખ રોકડા ઝડપી પાડયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરપાસેથી પોલીસે 20મી નવેમ્બરે રૂ.16.20 લાખ રોકડા ઝડપી પાડયા બાદ આયકર વિભાગ દ્વારા નોટિસો ઇશ્યુ કરાઇ હોવાનું જાણવા મળે છે. જોકે, આયકર વિભાગે માહિતી આપવા ઇન્કાર કર્યો હતો.

હિંમતનગરથી રૂા.2000 ના ચાર બંડલ સહિત રૂ.16.20 લાખ રોકડા સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદાની જોગવાઇ મુજબ એલસીબીએ કુલ ચાર શકમંદોના નિવેદન લીધા હતા અને તરત આઇટી વિભાગને જાણ કરી હતી. ઇન્વેસ્ટીગેશન વીંગના આસી. ડાયરેકટર સમર મકવાનનો સંપર્ક કરતાં ઝડપેલા નાણાંની કસ્ટડી લેવા અંગે કે બેંકોની તથા શકમંદોની પૂછપરછ કરી હોવા અંગે કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જોકે બિનસત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર, આયકર વિભાગ નોટિસો ઇશ્યુ કરી કામગીરી થઇ રહી હોવાનું પેપર ઉપર પ્રસ્થાપિત કરાઇ રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...