તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂ.16.20 લાખની નોટોના પ્રકરણમાં આયકર વિભાગે દસ્તાવેજો માગ્યા

રૂ.16.20 લાખની નોટોના પ્રકરણમાં આયકર વિભાગે દસ્તાવેજો માગ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
20મીનવેમ્બરે હિંમતનગર પોલીસે રૂ.16.20 લાખની ચલણી નોટો સાથે બે શખસોને ઝડપી પાડવાના પ્રકરણમાં આયકર વિભાગ સક્રિય બન્યો છે. નોટોનો કબજો લેવા વોરંટ ઇશ્યુ કરતાં અગાઉ આઇટી વિભાગે તમામ શકમંદોના નિવેદનો, તપાસ અહેવાલ વગેરે મોકલી આપવા એલસીબી પોલીસને પત્રથી જાણ કરી છે.

ગત રવિવારે મળસ્કે રૂ.16.20 લાખની નોટો સાથે બે શખસોને એલસીબીએ ઝડપી પાડયા બાદ સમગ્ર પ્રકરણમાં તપાસ કોણ કરશે તેની સમસ્યા સર્જાઇ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. એક સપ્તાહ બાદ પણ આયકર વિભાગે રૂ.16.20 લાખની કસ્ટડી મેળવી નથી. પોલીસે કાયદાની મર્યાદા અનુસાર મયંક રવીન્દ્રકુમાર પટેલ, વિશાલ જગદીશભાઇ પંચાલ, નૈલેશ પટેલ અને જીતુભાઇ કાંતિભાઇ પટેલના નિવેદનો લઇ કાર્યવાહી કરી હતી. જેમાં એક જણાએ રૂ.3 લાખ તેના હોવાનું અને બાકીના નાણાં અન્ય પંદર-સોળ જણાના હોવાનું જણાવ્યું હતું. બાકીનાઓએ નાણાં તેમના હોવાનું જણાવતાં બિનવારસી ગણી આયકર વિભાગને જાણ કરાઇ હતી. જેને પગલે આયકર વિભાગે નાણાંનો કબજો મેળવવા વોરંટ ઇશ્યુ કરતાં અગાઉ શુક્રવારે પોલીસને પત્ર લખી તપાસનો અહેવાલ, શકમંદોના નિવેદન, હાલનું સ્ટેટસ સહિતની વિગતો માંગી હોવાનું તપાસ અધિકારી ડી.ડી. પરમારે જણાવ્યું હતું. આયકર વિભાગ દ્વારા નાણાંની માલિકી કોની છેતે તેમજ રૂ.2000ની સિરિયલ નંબરવાળી નવી નોટો કઇ બેંકે ઇશ્યુ કરી હતી તે સહિતની વિગતો બહાર લાવવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...