તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કાંકણોલ પાસે કાર પલટી ખાઇ જતા એકનું મોત

કાંકણોલ પાસે કાર પલટી ખાઇ જતા એકનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગરનાકાંકણોલ પાસેથી રવિવારે વહેલી સવારે ગાંભોઇથી હિંમતનગર આવી રહેલ એક કારના ચાલકે બ્રેક મારતા અચાનક તે પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે કારમાં બેઠેલા ચાર પૈકી એકનું મોત નિપજયુ હતું. તેમજ અન્ય ત્રણ જણાને ઇજા થતાં તેમને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડાયા હતા.જે અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રવિવારે વહેલી સવારે ગાંભોઇથી હિંમતનગર તરફ આવી રહેલ કાર નં.જીજે.9.એજી.0301 ના ચાલક હરપાલસિંહ ગંભીરસિંહ સિસોદીયા કાંકણોલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમણે બ્રેક મારતા કાર પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે કારમાં બેઠેલા સારંગ સુરેશભાઇ જૈન (રહે.ગિરધરનગર, હિંમતનગર) નું ઇજાને કારણે મોત નિપજયુ હતું.

ઉપરાંત કારમાં બેઠેલા જૈમિન જીવણભાઇ પરમાર (ચાંદરણી), રાકેશભાઇ જગાજી માજીરાણા (ભીલવાસ, હિંમતનગર) અને કાર ચાલક હરપાલસિંહને ઇજા થતાં ત્રણેયને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લવાયા હતા. અકસ્માતની ઘટના અંગે હિંમતનગર એ-ડીવીઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...