તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેરેથોનરનર વિશ્વ વિક્રમી અને ઓસ્ટ્રેલિયાની સરકારના પૂર્વ મંત્રી મિ.પેટ

મેરેથોનરનર વિશ્વ વિક્રમી અને ઓસ્ટ્રેલિયાની સરકારના પૂર્વ મંત્રી મિ.પેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મેરેથોનરનર વિશ્વ વિક્રમી અને ઓસ્ટ્રેલિયાની સરકારના પૂર્વ મંત્રી મિ.પેટ ફાર્મર ભારત અને ઓસ્ટ્રેલિયાના સબંધોને વધુ ગાઢ બનાવવા સ્પિરિટ ઓફ ઇન્ડીયાના સૂત્ર અંતર્ગત કન્યાકુમારીથી દોડીને કાશ્મીર સુધી જવા માટે શુક્રવારે સવારે સાબરકાંઠાના મજરા ખાતે આવી પહોંચતાં ભાવભીનું સ્વાગત કરાયું હતું. તેઓ મજરા, પ્રાંતિજ, સલાલ થઇને બપોરે હિંમતનગર આવી પહોંચતા જિલ્લા વહીવટી તંત્ર સાથે શાળા, કોલેજના છાત્રોએ ઓસ્ટ્રેલિયન દોડવીરનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યુ હતું.

ભારત અને ઓસ્ટ્રેલિયા દેશના સબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઓસ્ટ્રેલિયાના પૂર્વ મંત્રી અને મેરેથોન રનર મિ.પેટ ફાર્મરે 26 મી જાન્યુઆરીથી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની દોડ લગાવી છે. પેટ ફાર્મર એક પણ દિવસનો બ્રેક લીધા વિના દરરોજ 80 કિ.મી. દોડી આગળ પહોંચવાનું અંતર કાપી રહ્યા છે. તેઓ શુક્રવારે જિલ્લા પ્રવેશદ્વાર મજરાથી પ્રવેશ કરી બપોરે હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા. જયાં પ્રાંત અધિકારી એ.આર.ચૌધરી, મામલતદાર એ.એ.ડોડીયા સહિત શાળાના છાત્રોએ રનર પેટ ફાર્મરનું ભાવભીનું સ્વાગત કર્યુ હતું. તેજ રીતે પ્રાંતિજ, સલાલ, હાજીપુર અને હિંમતનગર ખાતે પણ પ્રાંત અધિકારી કલ્પેશ પાટીદાર અને મામલતદાર એચ.કે.ગઢવી સહિત વહીવટી તંત્રના અધિકારીઓ અને શાળા-કોલેજના છાત્રો દ્વારા વિદેશી મહેમાનનું ભાવવિભોર થઇ સ્વાગત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...